કોરોના કેસ માં ઘટાડો થતા

કોરોના કેસ માં ઘટાડો થતા
Spread the love

જૂનાગઢ જિલ્લામાં સરકારી, અર્ધસરકારી, ખાનગી ઓફિસો હવે ૧૦૦ ટકા કર્મચારીઓ સાથે કાર્યરત રાખી શકાશે

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં તા.૭/૫/૨૦૨૧ થી સરકારી, અર્ધસરકારી, ખાનગી ઓફિસો હવે ૧૦૦ ટકા કર્મચારીઓ સાથે કાર્યરત રાખી શકાશે.

કોવિડ-૧૯ના સંક્રમણને પગલે જૂનાગઢ જિલ્લામાં તા.૪ જૂન થી તા.૧૧ જૂન માટે કેટલાક નિયંત્રણો મૂકાયા હતા. જે મુજબ સરકારી, અર્ધસરકારી, બોર્ડ, ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦ ટકા સુધી સુનીશ્ચીત કરવા આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારે હાલ છેલ્લા દિવસોથી કોરોના સંક્રમણમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.

જે અન્વયે નવા જાહેરનામા મુજબ આ નિયંત્રણ દૂર કરવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં આવેલ સરકારી, અર્ધસરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, ફાઇનાન્સ બેંક સંબંધીત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેંકોનું ક્લીયરીંગ હાઉસ, એટસએમ, સીડીએમ રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઇન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસો તા.૭/૬/૨૦૨૧ થી ૧૦૦ ટકા કર્મચારીઓ સાથે કાર્યરત રાખી શકાશે. આ દરમિયાન કોવિડ-૧૯ સંબંધિત તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું રહેશે.

રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ
મો.8488990300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!