જેતપુરના પછાત વિસ્તારમાં રોડ-રસ્તા ના પ્રશ્ને મહિલાઓ દ્વારા રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું

જેતપુરના પછાત વિસ્તારમાં રોડ-રસ્તા ના પ્રશ્ને મહિલાઓ દ્વારા રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું
રોડની સમસ્યાને કારણે કાઢવામાં આવ્યું સરઘસ..
જેતપુરમાં મહિલા કોંગ્રેસ દ્વારા પછાત વિસ્તારોમાં બિસ્માર થયેલ રોડ નવા બનાવવા બાબતે નગરપાલિકામાં વારંવાર રજુઆત કરવા છતાં સમસ્યા હાલના થતા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન આપતી મહિલાઓ
જેતપુર નગરપાલિકા દ્વારા શહેરના અમુક રોડ વર્ષમાં ચાર ચાર બનાવીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના મહિલા કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરી શહેરના પછાત વિસ્તારો જેવા કે, જનકલ્યાણી કે જ્યાં માલધારીઓની વસાહત છે. ત્યાં અને મુરાદશા દરગાહ જવાનો રોડ તેમજ નરસંગ ટેકરીનો આગળનો રોડ વિસ્તાર અસ્તિત્વ આવ્યો ત્યારથી અત્યાર સુધી ત્યાં કયારેય પાકા રોડ બનાવવામાં જ નથી આવ્યા.
હજુ પણ કાચા ધૂળિયા રસ્તા જ છે. કરવો પડી રહ્યો છે. કેમ કે નરસંગ ટેકરી ઉંચાઈ ઉપર આવેલો વિસ્તાર છે.વારંવાર પાલિકાને રજૂઆત કરવા છતાં પાલિકા દ્વારા રોડ બનાવવામાં નથી આવતો હોવાથી નિરાકરણ બાબતે કોંગ્રેસ મહિલા સદસ્ય સાથે તે વિસ્તારની મહિલાઓએ નગરપાલિકાએ રેલી સાથે આવેદન આપ્યું હતું
રિપોર્ટ ચુડાસમા વિક્રમસિંહ જેતપુર