બનાસકાંઠા એલસીબી એ દારુ નો જથ્થો ઝડપી પાડયો

બનાસકાંઠા એલસીબી એ દારુ નો જથ્થો ઝડપી પાડયો
Spread the love

બનાસકાંઠા જિલ્લામાં દારુ ની હેરાફેરી નાં કિસ્સાઓ માં વધારો જોવા મળે છે બનાસકાંઠા જિલ્લાના એલસીબી નાં હેડ કોન્સ્ટેબલ ભુરાભાઈ, દશરથભાઈ, વગેરે પેટ્રોલિંગ માં હતાં તે દરમિયાન ગાડી ઝડપાઈ હતી.જેમાં સરહદી પંથકમાં દારુ નો જથ્થો પકડવામાં બનાસકાંઠા એલસીબી ને સફળતા મળી હતી.બનાસકાઠા એલસીબી ને મળેલી બાતમીના આધારે પોલીસે થરાદ તાલુકાના માંગરોળ ગામ પાસે ખાનગી વાહન માં વોચ ગોઠવી હતી જોકે સ્વીફ્ટ કાર નંબર જીજે ૦૨ બીડી ૪૪૩૦ ને રોકવા નો પ્રયત્ન કરતા ગાડી ને ઝડપી દોડાવી હતી જેમાં પોલીસે દ્વારા પીછો કરી રામપુરા પાટિયા પાસે ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.કાર ચાલક ભાભર તાલુકાનો વતની હોવાનું જણાવ્યું હતું જે ભાગવામાં સફળ થયો નહોતો.એલસીબી બનાસકાંઠા પોલીસ દ્વારા સઘન તપાસ કરતા ગાડી માં દારુ ની બોટલ નંગ ૧૩૯૪ તેમજ જેની કિંમત ૧૫૮૬૦૦ ની મોટી રકમ નો મુદ્દામાલ સાથે ગાડી ને જપ્ત કરી હતી.ગાડી ચાલક વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી હતી.

રિપોર્ટ:જનકસિહ વાઘેલા (થરાદ)

IMG_20210607_151620.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!