રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રૂડાના રૂ.૨૩૫ કરોડના વિકાસકામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

રાજકોટ ને અટલ સરોવર સ્વરૂપે એક નવું નઝરાણું ઘણા વર્ષો બાદ મળેલ છે. આજે ખાતમુહુર્ત કરવામાં આવેલ છે તે ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ થનાર પાણીથી અટલ સરોવર કાયમી છલોછલ રહેશે. રાજકોટમાં એરપોર્ટ, એઈમ્સ, વિગેરે જેવા ખુબ મોટા પ્રોજેક્ટના કામો પણ ઝડપથી ચાલુ જ છે. ત્યારે તેને જોડતા રસ્તાનું કામ જરૂરી છે. આ ઉપરાંત, લોકો રેલ્વે દ્વારા પણ એઈમ્સ પહોંચી શકે તે માટે ખંઢેરી રેલ્વે સ્ટેશનનું નવીનીકરણ તથા સુવિધા વધારવાનું કામ ચાલુ છે. મુખ્યમંત્રીના હસ્તે આજે રાજકોટ મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તા મંડળના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં મહાનગરપાલિકાના રૂ.૩૪૦.૩૦ લાખના વિકાસ કાર્યોના લોકાર્પણ તથા રૂ.૩૪૨૮.૭૦ લાખના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ.૧૧૮૦૦ લાખના ખર્ચે નિર્માણાધીન લાઈટ હાઉસ પ્રોજેક્ટના ૧૧૪૪ આવાસોનો ડ્રો કરાયો હતો. રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના વિવિધ વિકાસ કાર્યોમાં રૂ.૪૩૨ લાખના ખર્ચે એઈમ્સને જોડતા ૩૦ મી. ૪-લેન રોડ અને આ રોડ પર રૂ.૪૮૬ લાખના ખર્ચે તૈયાર થનાર રીવરબ્રિજનું ખાતમુહૂર્ત યોજાશે. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.૬૭૬૩ લાખના ખર્ચે નિર્માણ પામી રહેલા E.W.S-૧, E.W.A-૨, L.I.G અને M.I.G કેટેગરીના કુલ-૬૧૪ આવાસોનો ડ્રો કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.