ડભોઇ ની તમામ શાળાઓ માં આજથી શિક્ષણ ના નવા સત્ર ની શરૂઆત

*ડભોઈ ની તમામ શાળાઓ માં આજથી શિક્ષણ ના નવા સત્ર ની શરૂઆત*
સરકારી ગાઈડલાઈન મુજબ હાલ ઓનલાઇન શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવા માં આવશે
આજથી ગુજરાત તમામ શાળાઓ માં નવા સત્ર ની શરૂઆત થઈ હતી.કોરોના કાળ દરમીયાન છેલ્લા 1 વર્ષ થી વધારે સમય થી સ્કૂલો બંધ છે.ગત સત્ર પણ શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ દ્વાર વિદ્યાર્થીઓ ને ભણાવવામાં આવ્યા હતા.ઉપરાંત વિદ્યાર્થીઓ ની પરીક્ષા પણ ઓનલાઈન જ લેવામાં આવી હતી.હાલ કોરોના ની પરિસ્થિતિ માં કોઈ ફેરફાર નથી થયો હજી કોરોના પર સંપૂર્ણ રીતે કાબુ નથી મેળવી શકાયું નથી દિવસે ને દિવસે કોરોના ના કેશો વધી રહ્યા છે ત્યારે આ વર્ષે પણ શાળા ઓ આ પરિસ્થિતિ માં ચાલુ થાય તેવી શક્યતા ઓ દેખાઈ રહી નથી.પરંતુ આજ થી શાળાઓ માં ઓનલાઈન શિક્ષણ ની શરૂઆત કરવામાં આવી હતી.આજરોજ શરૂ થઈ રહેલા સત્ર વિસે એક શાળા ના આચાર્ય સાથે વાતચીત કરતા આચાર્ય એ કહ્યું હતું કે શાળા ની શરૂઆત ના દિવસો માં બાળકો શાળામાં આવતા હતા અને એમાં કિલ્લોલ કુંજ થી શાળા નું સંકુલ ખીલી ઉઠતું હતું પરંતુ આજે શાળા ની પરિસ્થિતિ જોતા શાળા ઓ
સુમસાન જોઈ હસતા રમતા બાળકો ની છબી આખો સામે આવે છે જે જોઈ આખો ભીની થઇ જાય છે.ઓનલાઇન શિક્ષણ થી વિધાર્થીઓ ના વાલી ઓ ને ખૂબ તકલીફ પડી રહી છે.સ્કૂલ ફી ની સાથે સાથે વિદ્યાર્થી ના ઓનલાઈન શિક્ષણ માટે ઈન્ટરનેટ તેમજ મોબાઈલ ની જરૂરીયાત થતા વાલીઓ નો શિક્ષણ માટે ખર્ચ વધી રહ્યો છે.આજથી શરૂ થયેલ શિક્ષણ સત્ર ક્યાં સુધી ઓનલાઈન ચાલશે તે તો સમય જ બતાવશે બાકી હવે પતો બાળકો પણ પોતાની શાળા ના દિવસો તેમજ શાળા ના મિત્રો ને યાદ કરી રહ્યાં છે.અને જલ્દી થી પરિસ્થિતિ સારી થાય અને શાળા ફરી શરૂ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
રિપોર્ટ:-ચિરાગ તમાકુવાલા ડભોઇ