ચિત્ર, નિબંધ અને ક્વિઝ સ્પર્ધા યોજી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ

બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રની આ સ્પર્ધામાં ૧૨૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો
જૂનાગઢ : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર તથા બ્રહ્મચારી ભગવતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી જુદી જુદી રીતે કરવામાં આવી હતી.
જેમાં ચિત્રા સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, કવિઝ સ્પર્ધા તથા વૃક્ષો ઓક્સિજનની ફેક્ટરી છે તેવું દરેક નાગરિકો તેનું મહત્વ સમજે તેવા હેતુથી આ કોરોના કાળ દરમિયાન પોતાના પરિવારના સ્વજનોને ઓક્સિજનની અછત તથા ઓક્સિજન ન મળવા ને કારણે તેઓને ગુમાવ્યા હોઈ તેની સ્મૃતિ સ્વરૂપે વધારે ઓક્સિજન આપતા હોય તેવા વૃક્ષારોપણ કરી અને તેમની સાથેનો એક ફોટો પાડી મોકલવામાં આવેલ જે જૂનાગઢ જિલ્લામાંથી આશરે ૯૫૦ તથા અન્ય જિલ્લામાંથી ૨૫૦ જેટલા દરેક ઉંમરના સ્પધકોએ ભાગ લીધો હતો.
આ તકે મુક્તાનંદજી બાપુ તથા શિક્ષણવિદ ગિજુભાઈ ભરાડ દ્વારા ભાગ લેનાર દરેક સપર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમ બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા એ અખબારી યાદીમાં જણાવ્યું છે .
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ
મો.8488990300