કેશોદ ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ

જૂનાગઢ : વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જુન નિમિતે કેશોદ ૧૮૧ મહિલા હેલ્પલાઇનના સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી છે.
વિશ્વ પર્યાવરણ દિન નિમિતે કેશોદ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન અને પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર સ્ટાફ દ્વારા કેશોદ પોલીસ વિભાગીય અધિકારીની કચેરી ખાતે ડીવાયએસપી જે.બી.ગઢવીના સહયોગથી વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ૧૮૧ મહિલા હેલ્પલાઇનના કાઉન્સિલર ડાઇબેન માવદીયાએ જણાવ્યું હતું કે, પર્યાવરણ એ જીવન છે. પર્યાવરણ વિના જીવન જીવી શકાય નહીં જેના વિશે આપણે સૌ કોરોના મહામારીથી વાકેફ છીએ અને પર્યાવરણની સંભાળ રાખવી એ આપણી સર્વ નાગરિકોની ફરજ છે.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ
મો.8488990300