જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે રાશી વન વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કુલપતિ ડો.વી.પી.ચોવટીયાના માર્ગદર્શન મુજબ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત યુનિવર્સિટીના જીમખાના મેદાન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત રાશી મુજબના વૃક્ષો પસંદ કરી રાશી વન બનાવવા માટે અધિકારીઓ અને કર્મચારીઓએ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત યુનિવર્સિટીની પીજીઆઇ એબીએમ કોલેજ પાસે તેમજ ગલર્સ હોસ્ટેલ પાસે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ તકે કુલપતિ ડો.વી.પી.ચોવટીયા, કુલસચિવ ડો.પી.એમ.ચૌહાણ, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એચ.એમ.ગજીપરા, નિયામક વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ ડો.વી.આર.માલમ, કૃષિ ઇજનેરી અને ટેક.કોલેજના આચાર્ય અને ડીન ડો.એન.કે.ગોટીયા, પીજીઆઇ એબીએમના આચાર્ય અને ડીન ડો.કે.એ.ખૂંટ, કૃષિ મહાવિદ્યાલય, મોટા ભંડારીયાના આચાર્ય અને ડીન ડો.એસ.જી.સાવલીયા તથા પોલીટેકનીકના આચાર્ય, તમામ વિભાગીય વડા, રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર, વિદ્યાર્થી મંડળના ચેરમેન, રેક્ટર/મદદનીશ રેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા નિયામક વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ ડો.વી.આર.માલમ, ડી.વી.ભૂત તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ
મો.8488990300