રાજકોટ માં સુપર સ્પ્રેડર્સને શોધી તેઓને વેક્સિન આપવાની કામગીરી સીટી પોલીસ દ્વારા ઉઠાવવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશનર

રાજકોટ માં કોરોનાની બીજી લહેર હળવી થયા બાદ નિષ્ણાંતો દ્વારા કોરોનાની ત્રીજી લહેરની આગાહી અને અનુમાન લગાવી રહ્યા છે. ત્યારે તેની પૂર્વ તૈયારીઓનો ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ દ્વારા નવતર અભિગમ અપનાવી સુપર સ્પ્રેડર્સને વેકસિનેશન કાર્યક્રમ હાથ ધરવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં શહેરભરના પોલીસ મથકના P.I, ક્રાઇમ બ્રાન્ચ અને S.O.G ના સ્ટાફ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરી જ્યાં વેપાર-ધંધામાં લોકોના ટોળા ઉમટી રહ્યા હોય ત્યાં અને ભીડ ભાળવાળા વિસ્તારોમાંથી ધંધાર્થીઓને શોધી તેમને રસીકરણ કરવામાં આવશે. રાજકોટ શહેર પોલીસ કાયદો અને વ્યવસ્થાની સાથે હવે લોકોની સુખાકારી અને સ્વસ્થાનું ધ્યાન રાખી કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી વેકસિનેશનની કામગીરી પણ ભજવશે. એટલું જ નહીં પોલીસ હળવાશથી વેપારી-ધંધાર્થીઓ કે જેઓ ત્રીજી લહેરમાં સુપર સ્પ્રેડર્સ સાબિત થઈ શકે તેમ હોય તેઓને લોક જાગૃતિ અને અધિનિયમ વિશે ધ્યાન રાખવાનું પણ પોલીસ દ્વારા સમજાવામાં આવી રહ્યું છે. કોરોનાને આમંત્રણ આપતા સુપર સ્પ્રેડર્સ માટે વેકસિનેશનની કામગીરી સાથે પોલીસ લોકોને ઉજાગર કરી માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા તથા સમયાંતરે સેનીટાઈઝરનો ઉપયોગ કરવા માટે માહિતી આપી “જાન હે તો જહાન હે” સૂત્રની સમજણ આપશે. જેથી હવે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં દંડ અને દંડાની કાર્યવાહીને બદલે સમજણ અને જ્ઞાન આપી ટીકા ઉત્સવને આગળ વધારવામાં આવશે. જેના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પાનના ગલ્લા ધારકો, શાકભાજીના ફેરિયાઓ સહિતના સુપર સ્પ્રેડર્સને રસીકરણ કરવા માટે તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ