દ્વારકાધીશ જગત મંદિરમાં આજરોજ જલયાત્રા મનોરથ ઉત્સવ ઉજવાશે

દ્વારકા : દ્વારકાધીશ જગત મંદિર મા દર વર્ષની જેમ આ વર્ષે પણ જેઠ સુદ પૂર્ણિમાના આજે ગુરુવારના દિવસે જલયાત્રા મનોરથ રાખવામાં આવ્યો છે દ્વારકાધીશ મંદિરના પુજારી પરીવાર દ્વારા જણાવાયું કે મનોરથ ની પૂર્વસંધ્યાએ પરંપરાગત રીતે જલયાત્રાની તૈયારી રૂપે પૂજારી પરિવારની મહિલાઓ અને પુરુષો દ્વારા દર વર્ષની જેમ પરંપરાગત મંદિરેથી વાજતે ગાજતે ચાંદીના બેડા જારીજી લઈ ભદ્રકાલી મંદિર પરિસરમાં આવેલા અઘોરી કુંડમાંથી જલ ભરવા ગયેલ હતા જ્યાં જલ ભરી પૂજારી પરિવાર દ્વારા પૂજન વિધિ કરી જગતમંદિરે લઇ ગયેલ હતા અને આજ સવારે ગુરૂવારના પૂર્ણીમાના દિવસે સવારે મંગળા આરતી બાદ શ્રીજીને ખુલ્લા પડે આંબાથી અભિષેક સ્નાન કરાવવામાં આવ્યું હતું અને સાંજના સમયે નિજ મંદિર ગર્ભગૃહ પાસે પાવન જળથી પૂજારી પરિવાર ના પુરુષો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે પવિત્ર જલથી કુંડ (હોજ) ભરવામાં આવશે ત્યારે શ્રીજીના બાલસ્વરૂપ ગોપાલજીને જુઈ ચમેલી મોગરાના ફૂલ શણગાર કરી નાવમાં બેસાડવામાં આવશે બાદમાં શ્રીજી ને સાંજે ઉત્થાપન બાદ જલયાત્રા ઉત્સવ ઉજવવામાં આવશે કોરોના વાઈરસની ગાઈડલાઈન ના નિયમોનું પાલન કરી દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો હતો
રિપોર્ટ : રાકેશ સામાણી