ખંભાળીયા માથી અંગ્રેજી શરાબ ની ૮૧ બોટલ સાથે બે શખ્સ ઝડપાયા : એક ફરાર

દ્વારકા : ખંભાળીયા શહેર માંથી એલ સી બી એ અંગ્રેજી શરાબ ની ૮૧ બોટલ સાથે બે શખ્સ ને રુ ૩૫૯૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઇ અન્ય એક શખ્સ ને ફરારી જાહેર કરી ત્રણ શખ્સ વિરૂદ્ધ ફરીયાદ નોંધી આગળ ની કાર્ય વાહી હાથ ધરી છે આ બનાવ ની વિગત મુજબ દેવભુમી દ્વારકા જીલ્લા ના ખંભાળીયા શહેર ના ધરા નગર આશાપુરા ચોક રમાપીર મંદીર પાસે એક મકાન માં એલ સી બી એ બાતમી ના આધારે દરોડો પાડી વિદેશી શરાબ ની બોટલ નં ૮૧ કી. રૂ-/ ૩૨૪૦૦ તથા મોબાઇલ ફોન કી. રૂ -/ ૨૦૦૦ તેમજ રોકડ રૂ-/ ૧૫૦૦ મળી કુલ રૂ-/ ૩૫૯૦૦ નો મુદામાલ સાથે આરોપી આલાભાઈ સાજણ ભાઈ કારિયા રહે.ધરા નગર આશાપુરા ચોક રમાપીર મંદીર પાસે ખંભાળીયા તથા રમેશ ગોવિંદ ભાઈ વાઢેર રહે.ચૉખન્ડા રોડ ભગવતી હોટેલ પાછળ ખંભાળીયા અન્ય એક શખ્સ દુલાભાઈ લખમણ જામ ગઢવી રહે.માળી ગામ તા. ખંભાળીયા ને ફરારી જાહેર કરી ત્રણેય શખ્સ વિરૂદ્ધ ખંભાળીયા પો.સ્ટે મા ગુન્હો નોંધાવી આગળ ની કાર્ય વાહી હાથ ધરી છે આ કાર્ય વાહી એલ સી બી પી આઇ જે એમ ચાવડા ની સુચના થી પી એસ આઇ એસ વી ગળચર પી એસ આઇ પી સી શીગરખિંયા તથા સ્ટાફ દ્રારા કરવા મા આવી હતી
રિપોર્ટ : ઉમેશ ઝાખરીયા