ઓખા બેટ દ્વારકામાં 18+ વેક્ષીનનેશન સાથે નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

(વેક્ષિનેશન 100% સફળ ૨૩૦ લોકોને વેક્સિન સાથે 500 લોકોને ચેકઅપ સાથે વિનામૂલ્યે દવા)
દ્વારકા : દેશના છેવાડે આવેલ બેટ શંખોદ્વાર ટાપુ વિશ્વ પ્રસિદ્ધ યાત્રા ધામ સાથે પ્રવાસી ઓ માટેનું ઉત્તમ સ્થાન ગણાય છે. અહી 80% મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે. પરંતુ અહી દરેક સામાજિક કે ધાર્મિક કર્યક્રમો હિન્દુ મુસ્લિમ લોકો સાથે મળી ઉત્સાહ પૂર્વક ઉજવણી કરે છે
આજ રોજ બેટ ગામના સુન્ની મુસ્લિમ ભડાલા સમજના મદ્રશા મા ઓખના ડૉ નિશાંત ભાઇ કોટેચા ની ટીમ દ્વારા નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં 18+ને વેક્સિન અપાય હતી.
અહી ગામના યુવાનોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ જોવા મળી હતી. 230 ડોઝ ફાળવવા માં આવેલ તેને 100% સફળ બનાવ્યો હતો. સાથે 500 જેટલા લોકો ને ચેકઅપ કરો નિશુલ્ક દવા પણ આપવામાં આવી હતી. આ કાર્ય ક્રમ ને સફળ બનાવવા દ્વારકા જિલ્લાના ભાજપ ઉપપ્રમુખ શ્રી મોહનભાઈ બારાઈ, બેટ ભાડલા સમજના પ્રમૂખ કાદર અબુ મલીક, ઉપપ્રમુખ હારૂન જીકર ચંગાડ, મુસ્લીમ બિરાદરો જુનસ આદમ થેમ, બેટ અગ્રણી શ્રી તરુણ ભાઈ પાઢ, ઉમેશભાઈ ભાયાણી એ જેહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે ઓખા નગરપાલીકા પ્રમૂખ શ્રી ચેતન ભા માણેક, સદસ્ય અમર ભાઈ ગાંધી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી પ્રવિણભાઈ ગોકાણી, રાજુભાઈ કોટક, શ્રી મનોજભાઈ થોભાની વગેરે અગ્રણીઓ હાજર રહ્યા હતાં..
રિપોર્ટ : રાકેશ સામાણી