રાજકોટ ની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો વચ્ચે મારામારી, પોલીસ ફરિયાદ દાખલ

રાજકટ માં સિવિલ હોસ્પિટલની કે.ટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં જુનિયર તબીબ ડો.ધવલ બારોટે આરોપી સિનિયર ડોકટર વિરુદ્ધ પ્રદ્યુમનનગર પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. સામાપક્ષે પણ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાઇ હતી. અને બન્ને પક્ષે ભૂલ સ્વીકારી એક બીજાની માફી માંગી સમાધાન કરી ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. પીડિત તબીબે ફરિયાદ લખાવી હતી ત્યારે તેમણે જણાવ્યું કે, મને મારા સિનિયર દ્વારા ફોન કરીને બોલાવાયો હતો. કહ્યું કે હવે પરીક્ષા પુરી થઇ ચુકી છે. હવે અમે તને સીધો કરીશું. તું અમારુ કહેવું માનતો નથી. તેમ કહીને મને માર મારવાનો શરૂ કરી દીધો હતો. ત્રણ સિનિયર જીમિત ગઢીયા, કેયુર મણીયાર અને આલોક સિંઘે મળીને મને ખુબ મારમાર્યો હતો અને ત્યાર બાદ ફરાર થઇ ગયા હતા. તબીબી ક્ષેત્રમાં અભ્યાસ કરી રહેલા ડોક્ટરો વચ્ચે આ પ્રકારની મારામારી થઈ અને એ પણ કે.ટી ચિલ્ડ્રન હોસ્પિટલ જેમાં બાળકોને દાખલ કરવામાં આવે છે. હોસ્પિટલના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે, અહીં થતી ચર્ચા મુજબ ડોકટર મોડા આવતા અંદરો અંદર મતભેદ થયા બાદ મામલો ઉગ્ર થયો અને મારામારી થઈ હતી. બનાવમાં ડો.જીમીતને ઇજા થઇ હોવાનું જાણવા મળે છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.