ડભોઇ વેગા ખાતે જીવંત તાર સાથે લાકડાની ભીની ચાવી અડી જતા મજૂર નુ મોત
ડભોઇ વેગા ખાતે જીવંત તાર સાથે લાકડાની ભીની ચાવી અડી જતા મજૂર નુ મોત
ડભોઇ વેગા પાસે આવેલ શ્રી તિરુપતિ ડેવલોપર્સ શોપિંગ સેન્ટર ની પાછળ મકાનો બાંધવા અર્થે કમ્પાઉન્ડ વોલની દિવાલનું સેન્ટિંગ કામ કરતા મુકેશભાઈ ભાઈ બારીયા ઊં.વ.૨૨ રહે પરપટ્ટા તા.લીમખેડા જી .દાહોદ ના હાલ રહે ડભોઇ વેગા તિરુપતિ ડેવલોપર્સ શોપિંગ સેન્ટર માં
વેગા નીમા રાઈશ મિલ ની પાસે આવેલ તિરુપતિ ડેવલોપર્સ શોપિંગ સેન્ટર ની પાછળ મકાનો બાંધવા માટે કમ્પાઉન્ડ વોલ નું પેન્ટિંગ કામ કરતાં હતા તે દરમિયાન લાકડાની ચાવી જે વરસાદી પાણીથી લીલીછમ હોય મરણ જનાર મુકેશ ભાઈ દ્વારા આશરે ૬ ફૂટ ઉંચાઈએથી પસાર થતી એમ.જી.વી.સી.એલ ની ૧૧ કે.વી વિદ્યુત વાહક વાયરોની લાઇન સાથે અડી જતા મરણ જનાર મુકેશભાઇ ને વીજળીનો કરંટ લાગતા હાજર ઈસમો દ્વારા પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન હાજર ડોક્ટરે મુકેશભાઈને મૃત જાહેર કરતા મરણ થનાર સાથે રહેતા મનોજ ભાઈ કેસર સિંહ પટેલ ઉ.વ.૨૦ નાઓ દ્વારા ડભોઈ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં ડભોઈ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી
રીપોર્ટ:-ચિરાગ તમાકુવાલા ડભોઇ