માંગરોળ તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાઇ

બેઠક માં ધારાસભ્ય સહિત સંગઠનના હોદ્દેદારો રહ્યા ઊપસ્થિત
આજરોજ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા ના રહીજ મુકામે આવેલા કલ્યાણ ધામ ખાતે ભારતીય જનતા પાર્ટી માંગરોળ તાલુકા ની કારોબારી બેઠક યોજાઇ હતી.જે કારોબારી સફળ બનાવવા બદલ જૂનાગઢ જિલ્લા પ્રભારી ધવલભાઈ એ પણ અભિનંદન પાઠવ્યા છે આ કારોબારી બેઠકનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો બાદમાં વંદે માતરમ ગાન સાથે સ્વામીએ આશીર્વચન આપેલ બાદમાં બેઠકની શરૂઆત કરવામાં આવી હતી આ બેઠકમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા, તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જેઠાભાઈ, જિલ્લા પંચાયતના ચેરમેન જીવાભાઇ, તેમજ સંગઠનના હોદ્દેદારો, મોરચાના પ્રમુખ તેમજ તાલુકા પંચાયતના સભ્યો વરિષ્ઠ આગેવાનો તેમજ જવાબદાર કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી જેમાં શક્તિ કેન્દ્રોમાં આગામી દિવસોમાં પ્રદેશ કક્ષાના મંત્રીશ્રીઓ રિપોર્ટિંગ અર્થે આવવાના હોય જેના ભાગરૂપે આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, સાથે ભારતીય જનતા પાર્ટી સંગઠિત માંગરોળ તાલુકા ભાજપ નાં મોરચાની નિમણૂક બાદ સંગઠન મોરચાની બાકીની કામગીરીઓ ને પૂર્ણ કરવા માટે પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સરકારને અભિનંદન પાઠવતો ઠરાવ ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમે પાઠવ્યો હતો , તો બીજી તરફ રાજકીય પ્રસ્તાવ, અરવિંદભાઈ લાડાણી કર્યો હતો,સંગઠનનાં માળખાને મજબૂત બનાવવાની સાથે પાર્ટીના આદેશ મુજબ કાર્યકર્તાઓને સૂચનો કરવામાં સાથે દરેક કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ લેવલ પર જઈને વધુમાં વધુ લોક સંપર્ક કરી સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા ની સાથે ભારતીય જનતા પાર્ટીનો જનાધાર વધારવા અંગેની ચર્ચા કરાઇ હતી, બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત ભગવાનજીભાઈ કરગઠિયા યે કર્યું હતું, બેઠક નું રિપોર્ટિંગ પ્રભારી શ્રી ચંદુભાઈ મકવાણા એ કર્યું હતું,બેઠક બાદ અલ્પાહાર લઈને સૌ કાર્યકર્તાઓ છુટા પડયા હતા આ તાલુકા કારોબારી નુ સફળ સંચાલન બેઠક વ્યવસ્થા કારસેવક અને તાલુકા ભાજપ મહામંત્રી દાનભાઈ ખાંભલા એ કરેલ…અને આ કારોબારી સફળ બનાવવા બદલ બધા કાર્યકર્તા ઓનો માંગરોળ તાલુકા ભાજપ પ્રમુખ મહામંત્રી આભાર માને છે..
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ