રોટરેકટ ક્લબ ઓફ કડી દ્વારા સી.એન. મહિલા કોલેજમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

રોટરેકટ ક્લબ ઓફ કડી દ્વારા સી.એન મહિલા કોલજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની શરૂઆત એક પ્રાથઁનાથી થઈ અને રોટરી પ્રેસિડેન્ટ રોટે. ચિરાગ ઠાકર,ડિસ્ટ્રીકટ ૩૦૫૪ ના DRS અને RCIU ના પ્રેસિડેન્ટ,રોટરેકટ પ્રમુખ રોટ્રે. જીમીલ પ્રજાપતિ,સેક્રેટરી રોટ્રે. ઋત્વિક ખમાર આ લોકોએ દિપ પ્રાગટ્ય કરી ને સુંદર પ્રોજેકટ ની શરૂઆત કરી હતી.
કડી ના ઘણા બધા લોકોએ જરૂરિયાતમાંદ વ્યક્તિઓ માટે રક્તદાન કરીને સમાજનું એક સારુ કાર્ય કર્યું. દરેક રક્ત દાતા નો અમે રોટરેકટ ક્લબ ઓફ કડી દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. રોટરી ક્લબ ઓફ કડી ના માર્ગદર્શન હેઠળ અમને રોટરેક્ટર્સને ગૌરવ છે કે દરેક ના સહયોગથી અમે 59 બોટલ બ્લડ એકત્રિત કર્યુ. સહભાગી થયેલા દરેક રોટરેકટ મેમ્બરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું નો પ્રોજેક્ટ સફળ રહ્યો છે તે બદલ રોટરેકટ ક્લબે દરેકનો આભાર અને બ્લડ ડોનેશન કેમ્પમાં રોટરી મેમ્બરો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
*પ્રોજેક્ટ ડાયરેક્ટર*
રોટ્રે રવી પટેલ
રોટ્રે ચિંતન પટેલ
રોટ્રે જીગર પટેલ
*પ્રેસિડેન્ટ*
રોટ્રે જીમીલ પ્રજાપતિ
*સેક્રેટરી*
રોટ્રે ઋત્વિક ખમાર