રાજકોટ ના કોઠારીયા નાકા ચોક પાસે ઈશ્વરભાઈ ધુધરાવાળા પ્રજા માટે માથાનો દુખાવો.

રાજકોટ ના કોઠારીયા નાકા ચોક પાસે આવેલ ઈશ્વરભાઈ ધુધરાવાળા પ્રજા માટે માથાનો દુખાવો બની ગયું છે. એક બાજુ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ કોરોનાની ત્રીજી લહેર બીજી બાજુ રાજકોટ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામું. આમ જુઓ તો કોઠારીયા નાકા ચોકમાં વાહનોની કતારો લાગેલી જોવા મળતી હોય છે. ત્યાંથી પસાર થવું રાજકોટની જનતા માટે એક માથાનો દુખાવો બની ગયો છે. ઈશ્વરભાઈ ધુધરાવાળાની દુકાન અંદર ન તો કોઈ સોશિયલ ડિસ્ટન્સનો પાલન કરેલું છે. ના તો મોઢા પર માસ્ક પહેરેલ છે. છડે ચોક નિયમોનો ભંગ થતો હોય એવું તમે લાઈવ જોઈ શકો છો. એવામાં સ્થાનિક પોલીસ સ્ટેશન કોઠારીયા નાકા પોલીસ ચોકી બાજુમાં હોવા છતાં પણ નજર અંદાજ કરીતી હોય તેવું લાગી રહ્યુ છે. આ કોની મીઠી નજર હેઠળ ચાલી રહ્યુ છે. શેરીની અંદર આટલી ગીચ ટ્રાફિક જોવા મળતી હોય. હાલમાં ત્યાં શેરીમાં વાહનો લઇને પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.