માણાવદર ટ્રક ટ્રાન્સપોર્ટ ની મીટિંગમાં જિસકા માલ ઉસકા હમાલનો નિર્ણય લેવામાં આવ્યો

માણાવદર ટ્રક ટ્રાન્સપોર્ટ ની મીટિંગમાં જિસકા માલ ઉસકા હમાલનો નિર્ણય લેવામાં આવ્યો
ડીઝલ અને ટોલ ટેક્સમાં વધારાના કારણે ટ્રાન્સપોર્ટ નો વેપાર મરણતોલ હાલતમાં છે. માણાવદર ટ્રક ટ્રાન્સપોર્ટ ની મીટિંગમાં જિસકા માલ ઉસકા હમાલનુ અમલીકરણનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દેશમાં એકબાજુ કોરોનાની લેહેર ના લીધે ટ્રાન્સપોર્ટ સહિત મોટાભાગના ધંધાઓમાં વિપરીત અસર થવા પામી છેઅને બીજી બાજુ વધતાં જતાં ડીઝલ અને ટોલ ટેક્સમાં વધારાના કારણે ટ્રાન્સપોર્ટ નો વેપાર મરણતોલ હાલતમાં છે. મોટાભાગના ટ્રાન્સપોર્ટએ પોતાના વાહનો વેચવા કાઢ્યા છે તો કેટલાક લોકો વાહનોના બેંકના હપ્તા પણ ન ભરી શકતા કફોડી હાલતમાં મૂકાયા છે. માણાવદર ટ્રક ટ્રાન્સપોર્ટ ની મીટિંગમાં જિસકા માલ ઉસકા હમાલનું અમલીકરણનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં માલ મોકલનાર તેમજ માલ મેળવનારને ચડાઇ, ઉતરાઇ, ટ્રક વેબ્રિજ નો ખર્ચ, મુનિયાનું તેમજ ચા-પાણી ખર્ચ આપવાનું સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો બીજી બાજુ સરકાર પાસે ડીઝલ અને ટોલ ટેક્સમાં રાહત માટે માંગણી પણ કરવામાં આવે એવી વાત કરવામા આવી હતી
રિપોર્ટ : જીગ્નેશ પટેલ માણાવદર