રાજકોટ માં અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (AIIMS) મેઈન હોસ્પિટલ બિલ્ડિંગ પ્લાનને મંજુરી આપતું રૂડા.

રાજકોટ શહેરને (AIIMS) ની ફાળવણી કરવામાં આવેલ છે. (AIIMS) સત્તામંડળમાં સમાવેશ થતા જામનગર રોડની ઉત્તર તરફે અંદરના ભાગે આવેલ ખંઢેરી ગામના રે.સર્વે નં.૬૪ તથા ૬૭ અને પરાપીપળીયાનાં રે.સ.નં.૧૯૭ પૈકીની જમીનમાં આકાર પામી રહેલ છે. જેનું કુલ ક્ષેત્રફળ ૮૧૩૪૪૨ ચો.મી. છે. જે પૈકી વિવિધ જાહેર હેતુના વિકાસ માટેનું કુલ ક્ષેત્રફળ ૨૪૯૨૮૯ ચો.મી છે. જયારે અન્ય બાકી રહેતું ૫૬૪૧૫૩ ચો.મી વિવિધ બાંધકામ માટે ઉપયોગમાં લેનાર છે. (AIIMS) નો સમાવેશ પબ્લિક પર્પઝ ઝોનમાં થાય છે. નિયમોનુસાર તે ઝોનમાં પબ્લિક ઇન્સ્ટીટયુટમાં પબ્લિક સર્વિસ એન્ડ એમીનીટી અન્વયે હેલ્થ પબ્લિક ફેસીલીટીના ભાગરૂપે કેમ્પસ પ્લાનિંગ સાથે હાલના (CGDCR) ના નિયમોને ધ્યાને લઈ (AIIMS) માં સમાવિષ્ટ બિલ્ડીંગો સત્તામંડળમાં મંજુરી અર્થે સમયાંતરે રજુ કરેલ. (AIIMS) કેમ્પસમાં જાહેર હેતુ માટે વિવિધ એમીનીટીસ જેવી કે બગીચા, રમત-ગમતનું મેદાન, મિલ્ક બુથ, પ્રાથમિક શાળા, લોકલ કોમર્શીયલ માર્કેટ, શાકભાજી માર્કેટ, પોલીસ આઉટ પોસ્ટ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિગરેના ઉપયોગ માટે આયોજન થયેલ છે. તથા વર્તમાન અને ભવિષ્યના આયોજનના ભાગરૂપે પ્રથમ તબક્કામાં જરૂરિયાત ધરાવતા એવા કુલ-૨૫ બિલ્ડીંગોનું આયોજન કરેલ, જે ૨૫ બિલ્ડીંગોમાં ડાઈરેક્ટર બંગ્લોઝ, બોઇઝ તથા ગર્લ્સને રહેવા માટે U.G બોયસ હોસ્ટેલ, U.G ગર્લ્સ હોસ્ટેલ, બહારગામથી આવતા લોકો માટે નાઈટ શેલ્ટર, ગેસ્ટહાઉસ, વિવિધ ડોકટરો થતા પ્રોફેસરો માટે વિવિધ પ્રકારના હાઉસિંગ, નર્સિંગ હોસ્ટેલ, P.G હોસ્ટેલ, ૫૦૦ માણસોની કેપીસીટી ધરાવતું ઓડીટોરીયમ, જમવા માટે ડાઈનીંગ હોલ, જીવન જરૂરિયાત માટે કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, ભણવા માટે એકેડેમિક બ્લોક, આયુર્વેદિક વિભાગનો આયુષ બ્લોક, સર્વિસ બ્લોક, બાયોમેડીકલ વેસ્ટ બ્લોક, તથા મેઈન હોસ્પિટલ બિલ્ડીંગનો સમાવેશ થાય છે. ઉક્ત બિલ્ડીંગો પૈકી ૨૪ બિલ્ડીંગોના બાંધકામ પ્લાનને સમયાતરે મંજુરીની કાર્યવાહી પૂર્ણ થતા તે અનુસાર સ્થળ પર બાંધકામની કાર્યવાહી ચાલુમાં છે. આજરોજ આખરી મેઈન બિલ્ડીંગ એટલે કે હોસ્પિટલના બિલ્ડીંગ પ્લાનને પણ મંજુરી આપવામાં આવેલ છે. સરકારશ્રીનાં તા.૧૯/૩/૨૦૨૦ ના પત્રની વિગતે (AIIMS) ને ડેવલપમેન્ટ ચાર્જ અને સ્ક્રુટીની ફીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. તથા સર્વિસ એમીનીટીઝ ફી માં ૫૦% રાહત આપવામાં આવેલ છે. હોસ્પિટલ કે જેમાં બેઝમેન્ટ સાથે કુલ પ ફ્લોરનું આયોજન કરેલ છે. બેઝમેન્ટમાં રેડિયો થેરીપીની સુવિધા આપવામાં આવેલ છે. ગ્રાઉન્ડ ફલોરમાં ડોક્ટર્સ રૂમ, લેબોરેટરી, કન્સલ્ટન્ટ રૂમ, ફાર્મસી સ્ટોરની સુવિધાઓ આપવામાં આવેલ છે. પ્રથમ માળ પર (I.C.U), વિવિધ વોર્ડસ, કન્સલ્ટન્ટ રૂમ, (N.I.C.U), (H.D.U), ઓબ્જરવેશન રૂમ, ઓપરેશન થિયેટરની સુવિધાઓ આપવામાં આવેલ છે. બીજા માળ પર લેકચર રૂમ, વિવિધ વોર્ડસ, ઓપરેશન થિયેટર, ઓબ્જરવેશન રૂમ, સ્ટાફ લોન્જની સુવિધાઓ આપવામાં આવેલ છે. જયારે ત્રીજા, ચોથા અને પાંચમાં માળમાં વિવિધ વોર્ડસ, ડોક્ટર્સ રૂમની સુવિધાઓ આપવામાં આવેલ છે. ઉક્ત તમામ બિલ્ડીંગો માટે બાંધકામ પ્લાન મંજુરીની કાર્યવાહી રૂડા દ્વારા પુર ઝડપે પૂર્ણ થતા માન. પ્રધાનમંત્રીશ્રી અને માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજકોટને મળેલ ભેટ (AIIMS) ખુબ જ ટૂંકા જ સમયગાળામાં કાર્યરત થશે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.