સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી કુલપતિશ્રી ડો.અર્જુનસિંહ રાણા ના જન્મદિવસ ની હાલોલ ખાતે વૃક્ષારોપણ દ્વારા ઉજવણી..

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી કુલપતિશ્રી ડો.અર્જુનસિંહ રાણા ના જન્મદિવસ ની હાલોલ ખાતે વૃક્ષારોપણ દ્વારા ઉજવણી..
પંચમહાલ હાલોલ તાલુકા ગામે ગંગાતલાવડી પ્રાથમિક શાળા અને અરાદ સ્વામી નારાયણ મંદિર ખાતે હિંદુ યુવા વાહિની હાલોલ તાલુકા ટીમ દ્વારા ગુજરાત ભરનાં યુવાનો નાં આદર્શ, તેમજ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ નાં નારાને ગુજરાત ભરમાં પહોંચાડનાર સ્વણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી નાં માન.કુલપતિશ્રી તથા ફિટ ઈન્ડિયા ગુજરાત નાં નોડલ ઓફિસર/બ્રાન્ડ એમ્બેસેડર ડો.અર્જુનસિહ રાણાજી ના જન્મ દિવસ નિમિત્તે ગંગાતલાવડી પ્રાથમિક શાળા અને અરાદ સ્વામી નારાયણ મંદિર ખાતે યુવા પ્રચારક હર્ષુ પંડયા ના માર્ગદર્શન હેઠળ જિલ્લા મંત્રી વિનોદભાઈ પુરાણી ની અધ્યક્ષતામાં હિંદુ યુવા વાહિની ધ્વારા વૃક્ષારોપણ કરવા માં આવ્યુ હતુ . જે પ્રસંગે ગંગાતલાવડી પ્રાથમિક શાળા નાં આચાર્ય શ્રી ડો.નિરાલી બેન સોની,શિક્ષક શ્રી મિનેશ પટેલ રસિક સર અને ગામનાં તાલુકા પંચાયત નાં સભ્ય શ્રી પારકરા દિનેશભાઈ,મેઘવાળ કિરણભાઈ, પરમાર હરિશભાઈ તથા અરાદ સ્વામી નારાયણ મંદિરે અરાદ ગામનાં યુવાનો અને વડીલો હાજર રહ્યા હતા..