રાજકોટ ના સોની બજારમાં ૪ કિલો ચાંદીની ચોરીનો C.C.T.V સામે. ગેંગનો બીજો હાથફેરો

રાજકોટ ના સોની બજારમાં ૪ કિલો ચાંદીની ચોરીનો C.C.T.V સામે. ગેંગનો બીજો હાથફેરો
Spread the love

રાજકોટ ના સોની બજારમાં ગ્રાહકના સ્વાંગમાં આવતી આ મહિલાઓ છે ચોર, જુઓ વીડિયોમાં કેવી રીતે કરે છે ચોરી, ‘દુપટ્ટા ગેંગ’ ના આતંકથી સોનીઓમાં ફફડાટ. રાજકોટની બજારમાં ફરી એક વખત દુપટ્ટા ગેંગનો આતંક સામે આવ્યો છે. દુપટ્ટા ગેંગની ૪ જેટલી મહિલાઓ દ્વારા સોની બજારમાં આવેલ શક્તિ જ્વેલર્સમાં ૪ થી પ કિલો ચાંદીના દાગીનાના ડબ્બાની ચોરી કરી. હોવાની ઘટના સામે આવી છે. ત્યારે ફરી એક વખત રાજકોટ શહેરની સોની બજારમાં ધોળા દિવસે ચોરીની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. જે સમગ્ર ઘટના (CCTV Video) ફુટેજમાં કેદ થવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરની સોની બજારમાં શક્તિ જ્વેલર્સ નામે દુકાન આવેલી છે. જે દુકાનમાં ખરીદીના બહાને ૪ જેટલી મહિલાઓ દુકાનમાં પ્રવેશી હતી. ત્યારબાદ ૪ પૈકી એક મહિલાએ વેપારીને ખરીદી મામલે પોતાની વાતોમાં વ્યસ્ત રાખ્યો હતો. જ્યારે કે અન્ય બે મહિલાઓ દ્વારા ચોથી મહિલા ચોરી કરી શકે અને વેપારીની નજર ચોરી કરતા સમયે મહિલા પર ના પડે તે બાબતનું ધ્યાન રાખ્યું હતું. સમગ્ર મામલે ફૂટેજમાં પણ સ્પષ્ટપણે જોઇ શકાય છે. કે કઇ રીતે ચોથી મહિલા દ્વારા ચાંદીના દાગીનાની તિજોરીમાંથી ચોરી કરવામાં આવી રહી છે. કઈ રીતે સિફતાઈ પૂર્વક તે ચોરીની ઘટનાને અંજામ આપી રહી છે. સમગ્ર મામલે દુકાનના માલિક અનિલ મૂંધવા દ્વારા એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા બાબતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!