અંબાજી ટીઆરબી જવાનની લુખ્ખાગીરી, મારું કોઇ બગાડી શકે નહિ!

શકિત ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે, હાલમાં કોરોના કહેર ઓછો થતા લોકો બહાર આવી રહ્યાં છે અને હિલ સ્ટેશન પર ફરવા પણ જોવા મળી રહ્યાં છે ત્યારે મોટાભાગના લોકો મંદીર ખાતે માતાજીનાં અને દેવ દર્શન પણ કરવા આવી રહ્યા છે ત્યારે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે પણ ભક્તોનો ભારે પ્રવાહ જૉવા મળી રહ્યો છે ત્યારે હાઇવે પર ભારે ટ્રાફિક જામ ન થાય તે માટે અંબાજી પોલીસ સ્ટેશન તરફથી હાઇવે માર્ગ પર અને જગ્યા જગ્યા પોઇન્ટ પર ટીઆરબી જવાન મૂકવામાં આવ્યાં છે પણ સૌથી નવાઇની વાત એ છે કે અમુક ટીઆરબી જવાન ની દાદાગીરી થી પોલીસ વિભાગનું નામ ખરાબ થઈ જાય છે ત્યારે અંબાજી પોલીસે આવા ટીઆરબી જવાનની શાન ઠેકાણે લાવે તેવી માંગ ઉઠી છે.
રવિવારે 1 ઓગસ્ટ ના દિવસે હાઇવે માર્ગ પર આનંદ ભવાની હોટલ પાસે સવારે 12 વાગે આસપાસ ઍક ટીઆરબી જવાન દાદાગીરી કરતો જૉવા મળ્યો હતો અને યાત્રીકો સાથે પણ અસભ્ય વર્તન કરતો હતો અને લુખ્ખાગીરી જેવા વર્તન થી માઇ ભકતો મા ભારે રોષ જોવા મળ્યો હતો, અંબાજી પોલીસે આવા ટીઆરબી જવાન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે.થોડા સમય પહેલાં પણ એક ટીઆરબી જવાને એક પેટ્રોલ પંપ પર પણ દાદાગીરી કરી હતી.
@@ મોટાભાગના ટીઆરબી જવાનો મોબાઇલમાં વ્યસ્ત @@
અંબાજી ખાતે જ્યારથી ટીઆરબી જવાનો ની નિમણુક કરવામાં આવી છે ત્યારથી આ જવાનો કંઈ ખાસ કામગીરી કરતા નથી અને જ્યાં પોઇન્ટ મળ્યો હોય ત્યા ખુરશી પર કે ટેબલ પર બેસી આવામોટાભાગના જવાનો મોબાઇલ મચડતા જૉવા મળે છે, જુનાનાકા અમૂલ પાર્લર પાસે ગમે ત્યારે નીકળો ત્યારે અહિ જવાનો ખુરશી પર બેઠા બેઠા મોબાઈલ પર વ્યસ્ત જોવા મળે છે, હાઇવે માર્ગ પર “નો પાર્કિંગ” નો અમલ કરાવવા માટે ટીઆરબી જવાનો મુકાયા છે પણ અહી ગાડીઓ ઊભેલી જોવાં મળે છે તો આ જવાનો અહી નોકરી કરે છે કે ટ્રાફિક જામ કરી રહ્યા છે?
@@ શકિતસિંહ ટીઆરબી જવાનની લુખ્ખાગીરી @@
અંબાજી મંદિર ખાતે જીઆઈએસએફએસ ખાતે નોકરી કરતા હિંમતસિંહ ચૌહાણ નો પુત્ર શક્તિસિંહ ચૌહાણ ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવે છે અને પોતાને નગરશેઠ સમજે તેમ દાદાગીરી કરતો રવિવારે જોવાં મળ્યો હતો તેની માતા પણ અંબાજી મંદિર ખાતે જીઆઈએસએફએસ મા ફરજ બજાવે છે અને અંબાજી આઠ નંબર વિસ્તારમા ફ્લેટ મા વસવાટ કરે છે.
@@ રવિવારે ટીઆરબી જવાને શુકહ્યું!@@
થોડા સમય પહેલાં પણ એક ટીઆરબી જવાને એક પેટ્રોલ પંપ પર પણ દાદાગીરી કરી હતી
અંબાજી ટીઆરબી જવાનને બોલવાનું પણ ભાન નથી તે કહે છે કે હું મફત નો પગાર લઉ છું મને તો મારા સાહેબ કહે તો હું કામ કરૂં નહિ, તું કોઈ પણ સાહેબ હૉય હુ કામ ના કરૂં, મારા પર કોઈ અધિકારી ની તાકાત નથી તે કહે છે કે મને નોકરી થી કાઢી મૂકી દેતો પણ મને કોઈ ફરક નથી પડતો. સાથે તે એવું કહે છે મારૂં મગજ ફરેલુ છે.