જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી દ્વારા પોલીસ અધિકારીને મળેલ પ્રમોશન અંગે જાતે ટાઇટલ સોલ્ડર લગાવી, પ્રમોશન આપી, બિરદાવવામાં આવેલ

જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી, પોતાના તાબાના પોલીસ અધિકારીને મળેલ પ્રમોશન અંગે જાતે ટાઇટલ સોલ્ડર લગાવી, પ્રમોશન આપી, બિરદાવવામાં આવેલ* હતા…._
તાજેતરમાં ગુજરાત રાજ્યના એડિશનલ ડીજીપી શ્રી રાજુ ભાર્ગવ સાહેબ દ્વારા જૂનાગઢ એમ.ટી. સેક્શન ખાતે ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ. તરીકે ફરજ બજાવતા *આસીસ્ટંટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એમ. પંપાણિયાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપી, પીસીએમટી, વર્કશોપ, ગાંધીનગર ખાતે નિમણૂક આપવામાં આવેલ હતી. આ અધિકારીને પ્રમોશન સાથે ગાંધીનગર ખાતે નિમણૂક મળતા, તેઓને જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પોતાની જાતે સોલ્ડર ઉપર પોલીસ સબ ઇન્સ્પેક્ટરના હોદ્દાના બે સ્ટાર ટાઇટલ સોલ્ડર ઉપર લગાડી, બહુમાન* કરીને, નિમણૂક હુકમ આપવામાં આવ્યો હતો. આ પ્રકારે ઉચ્ચ *અધિકારીઓ દ્વારા બહુમાન કરીને જાતે ટાઇટલ સોલ્ડર લગાવી, બહુમાન આપવામાં આવે એવા કિસ્સાઓ જવલ્લે* જ જોવા મળે છે. ઉચ્ચ અધિકારી અને જૂનાગઢ જિલ્લાના *પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા નવી જગ્યાએ નિમણૂક અંગે શુભકામના પાઠવતા, *પોલીસ ખાતામાં કુટુંબ ભાવના અને ટીમ ભાવના ઉજાગર* થયેલ હતી…_
પ્રમોશન મેળવનાર પોલીસ અધિકારી આર.એમ.પંપાણિયાને જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, હેડ ક્વાર્ટર ડીવાયએસપી આર.વી. ડામોર, સહિતના *જિલ્લાના પોલીસ અધિકારીઓએ અભિનંદન સહ શુભેચ્છઓ* આપવામાં આવેલ હતી. ઉપરાંત કોરોના કાળ દરમિયાન કોરોના રથની સારી કામગીરી કરવા બદલ સન્માન પણ કરવામાં આવેલ હતું. *પોલીસ સબ ઇન્સ્પેક્ટર ના પ્રમોશન સાથે ગાંધીનગર ખાતે નિમણૂક મેળવનાર જૂનાગઢ જિલ્લાના એમ.ટી. વિભાગના પી.એસ.આઇ. આર.એમ.પંપાણિયા દ્વારા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી તથા જિલ્લાના અધિકારીઓનો આભાર વ્યક્ત* કરવામાં આવેલ હતો….._
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ