ડભોઈ નગરમાં અને ગ્રામ્યમાં કોલેરાના કેસો નોંધાતા આરોગ્ય તેમજ વહીવટી તંત્ર એક્શન માં આવ્યું
*ડભોઈ નગરમાં અને ગ્રામ્યમાં કોલેરાના કેસો નોંધાતા આરોગ્ય તેમજ વહીવટી તંત્ર એક્શન માં આવ્યું છે*
પ્રાંત અધિકારી,ચીફ ઓફિસર સહિત ના અધિકારીઓ દ્વારા ડભોઇ નગર ના કોલેરા ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ નિરીક્ષણ કરવામાં આવ્યું.
કોલેરા બીમારી પાણી જન્ય બીમારી હોવાના કારણે તકેદારી ના પગલાં રૂપે ડભોઇ નગર ની તમામ પાણીપૂરી ની લારીઓ બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે.આ સાથે જ
ગટર ઉભરાતી હોય અથવા કચરાપેટી જેવી જગ્યાઓ ની આસપાસ દવા નો છંટકાવ કરવામાં આવ્યો હતો.
છેલ્લા ઘણા વર્ષોથી આ ઋતુમાં ડભોઈમાં કોલેરા કેસો આવી રહ્યા છે.
આ પહેલા પણ 2017 માં ડભોઈ તાલુકાને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો.ત્યારે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી.છતાં પણ ઠેર ઠેર અસહ્ય ગંદકીને કારણે કોલેરા જેવા રોગોના કેસો જોવા મળે છે.ડભોઇ નગર પાલિકા ના વિસ્તારના રાણાવાસ, ડભોઇ નવી નગરીને તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીલોડીયાના ગામ ભુમસીયાના વણકરવાસ વિસ્તારને કોલેરા ગ્રસ્ત વિસ્તાર જાહેર કરી શકે છે.
કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે ડભોઇ મામલતદારની નિમણૂંક વડોદરા જિલ્લા કલેકટર અને મેજીસ્ટ્રેટ દ્વાર કરવામાં આવી છે. આ જાહેરનામુ આગામી ત્રણ માસ સુધી અમલી રહેશે.