રાજકોટ ની ઐતિહાસિક ધર્મેન્દ્રસિંહજી કોલેજના બિલ્ડિંગને સરકારે હેરીટેજ જાહેર કર્યું

રાજકોટ માં આઝાદી પૂર્વે ૧૯૩૭માં સ્થપાયેલી રાજકોટ શહેરની ઐતિહાસિક ધર્મેન્દ્રસિંહજી કોલેજના બિલ્ડિંગને સરકારે હેરીટેજ જાહેર કર્યું છે. રાજકોટ શહેરની રાજાશાહી સમયની ૨ શાળાઓ બાદ વધુ એક સરકારી કોલેજના બિલ્ડીંગનો હેરિટેજ માં સમાવેશ કરવામાં આવ્યો છે. હાલમાં જ રાજકોટની કરણસિંહજી હાઇસ્કુલ તેમજ બાઇસાઈબા સ્કૂલના બિલ્ડિંગને હેરિટેજમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. બંને શાળાઓના રાજાશાહી સમય કાળમાં આ બિલ્ડીંગને સ્ટેજમાં સ્થાન આપ્યા બાદ હવે ધરમેન્દ્રસિંહજી કોલેજના રાજાશાહી બિલ્ડિંગને પણ હેરિટેજમાં સ્થાન પ્રાપ્ત થયું છે. રાજાશાહી સમયના ઐતિહાસિક ઇમારતી વારસાને સાચવવા તેમજ યોગ્ય રીતે મેઈન્ટેઈન કરવા ખાસ પ્લાન પણ તૈયાર કરવામાં આવશે. ધર્મેન્દ્રસિંહજી કોલેજના બિલ્ડિંગને હેરિટેજમાં સ્થાન પ્રાપ્ત થતાં હવે તેના માટેની ખાસ ગ્રાન્ટ પણ આપવામાં આવશે અને ત્યારબાદ આ કોલેજનું રીનોવેશન કરવામાં આવશે તેમજ સુવિધાઓ પણ વધારવામાં આવશે. મહત્વનું છે કે રાજકોટની આ કોલેજનો ખૂબ ઉજ્વળ ઇતિહાસ અને ભૂતકાળ રહ્યા છે. ધરમેન્દ્રસિંહજી કોલેજમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ અભ્યાસ કર્યો હતો. અને તેમના રાજકીય કારકિર્દીના પાયા પણ આ કોલેજથી નખાયા હતા. સાથે જ વજુભાઈ વાળા ઉપરાંત સાહિત્યકાર કવિ મકરંદ દવે સરીતના અલગ-અલગ ક્ષેત્રોથી જોડાયેલા પ્રખ્યાત લોકોએ આ કોલેજમાં અભ્યાસ કરેલો છે. કોલેજમાં ૨ રાષ્ટ્રપતિ અને ૨ વડાપ્રધાન પણ સમયાંતરે મુલાકાત લઈ ચૂક્યા છે. ત્યારે હવે ધરમેન્દ્રસિંહજી કોલેજના બિલ્ડિંગને હેરિટેજમાં સ્થાન પ્રાપ્ત થતા રાજકોટવાસીઓ પણ ગૌરવ અનુભવી રહ્યા છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.