અમદાવાદ માં એક સપ્તાહમાં જાશપુર વિસ્તારમાં રોપશે 2500 વડના રોપા-પર્યાવરણ બચાવવાનો દ્રઢ સંકલ્પ

અમદાવાદ માં એક સપ્તાહમાં જાશપુર વિસ્તારમાં રોપશે 2500 વડના રોપા-પર્યાવરણ બચાવવાનો દ્રઢ સંકલ્પ
Spread the love

10 કરોડ વડના વ્રુક્ષ વાવવાનું પ્રચંડ અભિયાન-એક સપ્તાહમાં જાશપુર વિસ્તારમાં રોપશે 2500 વડના રોપા-પર્યાવરણ બચાવવાનો દ્રઢ સંકલ્પ

વિશ્વમાં રહેલા કેટલાક લોકો તેમના દ્રઢ સંકલ્પ શકિત્ સાથે સમર્પિતતાના ભાવથી સેવા કાર્યો કરતા હોય છે, તેમને લોકો ધુની મગજના કહીને સમર્પિતતાના ભાવથી કરાતા કાર્યોની ટીકા પણ કરતા હોય છે. શેરથા ગામના વતની અને પર્યાવરણ પ્રત્યે સતત ચિંતા કરતા રજની પટેલ અને ટીમ દ્વારા દેશભરમાં 10 કરોડ વડ ના વ્રુક્ષ ઉગાડવાનું પ્રચંડ અભિયાન શરુ કરાયું છે. જે અભિયાન અંતર્ગત સફળતા પણ મળી રહી છે.

વ્રુક્ષો રક્ષતિ રક્ષિતઃ
વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગની બુમરાડ મચી રહી છે. પર્યાવરણ પ્રેમીઓ સેવ એન્વાયરમેન્ટ,સેવ બર્ડસ,સેવ એનીમલ માટે વિવિધ અભિયાનો ચલાવી રહ્યા છે. રજની પટેલ અને ટીમ દ્વારા પર્યાવરણ અને ચકલી બચાવવા માટે અભિયાન શરુ કરાયું છે. જે માટે તેમણે એન્વાયરમેન્ટ કેર એન્ડ ડેવલોપમેન્ટ ચેરીટેબલલ ટ્રસ્ટની રચના કરી છે. જે ટીમ જે કોઈ વ્યક્તિ કે સંસ્થા સહયોગ આપે તે સ્થળે જઈ વૃક્ષારોપણ કાર્ય કરે છે.

વિયુએફ નો પણ મળ્યો સહયોગ
જાશપુર ખાતે આવેલી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સહયોગથી રજની પટેલ અને ટીમ દ્વારા એક સપ્તાહ સુધી વડ ના વ્રુક્ષ વાવવાનો પ્રારંભ કરાયો છે. વિયુએફની ચારે બાજુ 2500 કરતાં પણ વધારે વડના રોપા વાવવામાં આવશે.જે માટે 50 જેટલા વોલીયન્ટીયર્સ અને શ્રમિકો દ્વારા કાર્યનો પ્રારંભ કરાયો છે. જે અભિયાન પુરુ કરવા માટે દોઢ લાખ રુપીયાનો ખર્ચ કરવામાં આવશે.

પ્રત્યેક લોકોમાં જાગ્રુતિ જરુરી છે
વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગની બુમરાડ મચી રહી છે. જંગલો,વ્રુક્ષો,પક્ષીઓ,પશુઓ અને સમગ્ર જીવ સ્રુષ્ટીને બચાવવા હશે તો દરેક લોકોએ દ્રઢ સંકલ્પ સાથે સમર્પિતતાના ભાવથી પર્યાવરણ બચાવો,પશુ બચાવો,પક્ષી બચાવો અભિયાનને સમર્થન આપવું જ પડશે. લોકોમાં પણ જાગ્રુતિ લાવવી પડશે. તેમ રજની પટેલે જણાવ્યું હતું.

દેશભરમાં અભિયાનને સમર્થન મળશે
વિયુએફ ના અગ્રમી વિક્રમ પટેલના હસ્તે જાશપુર વિસ્તારમાં 2500 વડના વ્રુક્ષ વાવવાના અભિયાનનો પ્રારંભ કરાયો હતો.વિક્રમ પટેલે કહ્યું હતું કે વિયુએફ રજની પટેલ અને ટીમના અભિયાનને સમર્થન આપે છે,દેશભરના વિયુએફના પ્રત્યેક સભ્યને અભિયાનને સફળ બનાવવા વિનંતી કરવામાં આવશે.

કોણ કોણ અભિયાનને સમર્થન આપી શકે ?
10 કરોડ વડના વ્રુક્ષ વાવવાના અભિયાનને સફળ બનાવવા માટે રજની પટેલ અને ટીમ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ધાર્મિક સંસ્થાઓ,સામાજીક સંસ્થાઓ,એનજીઓ,શૈક્ષણિક સંસ્થાઓ,બીલ્ડર્સ ગ્રુપ ઉપરાંત તમામ નાગરીકો વૃક્ષારોપણ કરીને પ્રચંડ અભિયાનને સફળતાપુર્વક પાર પાડવા માટે અભિયાનમાં જોડાઈ શકે છે.

વડને બચાવવા લેવાય છે દત્તક
વડના ઘટાદાર વ્રુક્ષો ગુજરાતભરમાં જોવા મળે છે.કમનશીબે પર્યાવરણ માટે અત્યંત મહત્વપુર્ણ ઘટાદાર વડના વ્રુક્ષ પ્રત્યે લોકો અક્ષમ્ય બેદરકારી દાખવતા હોય છે. એન્વાયર્મેન્ટ કેર એન્ડ ડેવલોપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વડના વૃક્ષ ને દત્તક લેવાનું અભિયાન શરુ કરાયું છે. રજની પટેલ દ્વારા જે ગામમાં ઘટાદાર વડના વ્રુક્ષો છે, તે ગામના સરપંચની સાથે ચર્ચા કરવાની શરુઆત કરવામાં આવી ચુકી છે. સતર્કતા ગ્રુપ દ્વારા પણ વડના વ્રુક્ષ દત્તક લેવાના કાર્યમાં સહયોગ શરુ કરાયો છે. જે ગામમાં વડના વ્રુક્ષ હોય તે ગામના પર્યાવરણ પ્રેમીઓએ સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

IMG_20210803_205103-1.jpg IMG_20210803_205300-0.jpg

Admin

Dhiraj Patel

9909969099
Right Click Disabled!