જામનગરની લાલપુર બાયપાસ ચોકડી નજીક કેમિકલ ભરેલા ટેન્કરની પલટી

જામનગરની લાલપુર બાયપાસ ચોકડી નજીક કેમિકલ ભરેલા ટેન્કરની પલટી
Spread the love
  • અકસ્માતમાં ટેન્કર ચાલક ડ્રાઈવર અને ક્લિનરનો બચાવ

જામનગરના સતત ધમધમતા લાલપુર બાયપાસ પાસે આજે કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતા અફરાતફરી મચી હતી. રસ્તો ક્રોસ કરી રહેલી ગાયને બચાવવા જતા ટેન્કર પલટી જતા થોડીવાર માટે ટ્રાફિકજામ સર્જાયો હતો. આજે બપોરના સમયે જામનગરના ખંભાળિયા બાયપાસથી લાલપુર બાયપાસ તરફ આવી રહેલું કેમિકલ ભરેલું ટેન્કર લાલપુર બાયપાસ નજીક પહોંચતા રસ્તા વચ્ચે ગાય આડી ઉતરતા પલટી ગયું હતું. જેના કારણે રસ્તા પર ચક્કાજામ સર્જાયો હતો. જો કે, તાત્કાલિક પહોંચેલી પોલીસે ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો. અકસ્માતની ઘટનામાં ટેન્કર ચાલક અને ક્લિનરનો ચમત્કારિક બચાવ થયો હતો. ટેન્કરને રસ્તા પરથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામા આવી છે.

PicsArt_08-04-05.58.07-0.jpg PicsArt_08-04-05.58.00-1.jpg PicsArt_08-04-05.57.54-2.jpg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!