આધ્યાત્મિક કમાણી નો ચલણી સિક્કો ત્યાગ

અમેરિકાના ખુબ ધનાઢ્ય પાસે એક પત્રકાર ને જવાનું થયું.’આવો,પધારો,-આસન ગ્રહણ કરો.કેમ ,આવવાનું થયું?પ્રેમ સાથે આવકાર આપતા શ્રીમંત વ્યક્તિએ કહ્યું. ‘પત્રકારે પ્રશ્ન પૂછ્યો -‘આપે આપણી સંપત્તિ બે કરોડનું દાન ભારતમાં એક ભક્તિ વિશ્વ વિદ્યાલયમાં આપી અને વૈષ્ણવ ધર્મની દીક્ષા લીધી છે,શું તે સાચું છે ‘ ‘હા,ભાઈ તે સાચું છે’- આ ત્યાગ પાછળનું પ્રયોજન જણાવશો!’ ‘આ ત્યાગ મેં અમસ્થો નથી કર્યો.મારા પોતાના સ્વાર્થ ખાતર કરેલો છે.’
પત્રકારે આશ્ચર્ય સાથે વળી પાછું પૂછ્યું :-‘આપણા પોતાના સ્વાર્થ ખાતર ‘.’ શ્રીમંત ધનાઢ્યએ આનંદથી પ્રત્યુત્તર આપતાં જણાવ્યું -‘ આ જીવનમાં ભાઈ,મેં અઢળક કમાણી કરી,ધન કમાયો.પણ અનુભવ બાદ હવે,આધ્યાત્મિક કામની કરવાના અભરખા જાગ્યા છે.પૈસાના ઢગલાના વૈભવમાં રહેવા છતાં ,સમૃદ્ધિમાં આળોટવા છતાં જાવ તો સૌ ખાલી ખાલી અને કંટાળાજનક લાગતાં મેં માર્ગ શોધ્યો અને તે મળી ગયો.’-‘કયો માર્ગ જણાવશો..’
ભાઈ ત્યાગ કરવાનો રસ્તો મળી ગયો..જો તમારે સાચી કમાણી અને શાંતિ જોઈએ. પહેલાં ત્યાગો.કારણ આધ્યાત્મિક કમાણી નો ચલણી સિક્કો ત્યાગ છે.અશાંતિ દૂર કરે છે.મનની શાંતિ છવાઈ જાય મેં મારુ અમેરિકન નામ પણ ત્યાગી દીધું છે.હવે હું ભારતીય વૈષ્ણ્વ બની,તમામ પીણાં નો ત્યાગ કર્યો છે. શ્રી કૃષ્ણના પ્રભુ શરણ માં મસ્ત રહું છું.સંતાપ દૂર થતા -આડંબરથી પહેલાનું જીવન અંત અને ઈચ્છાઓનો નાશ થયો છે.
બસ ! ઈશ્વરના સાનિધ્યમાં પ્રભુ ને પામવા મન લાગી ગયું છે.’ એકી નજરે આ ધનાઢયનાં ત્યાગ,સરળતા અને પ્રભુ મિલનની તલપ જોઈને ચકિત બની ગયો.આ ત્યાગ કરનાર અમેરિકન શ્રીમંત નું નામ હતું અમેરિકાના ભૂતપૂર્વં પ્રમુખ જિરાડ ફ્રોડના ભત્રીજા આલ્ફ્રેડ ફોર્ડ -જેમને વૈષ્ણવધર્મ દીક્ષા લીધેલી.અને ભારતીય નામ ધારણ કર્યું-તે અંબરીશ દાસ હતું. ત્યાગનો આનંદ જીવનનો સાચો આધ્યાત્મિક આનંદ આપતો મહા મૂલ્ય ખજાનો.ત્યાગ છે.એ સચ્ચી આનંદ અપેક્ષા રહિતની શાંતિ છે.
જિતેન્દ્ર પાઢ (અમેરિકા)