દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “કિસાન સન્માન દિવસ” નિમિતે કાર્યક્રમ યોજાયો

૫ વર્ષ આપણી સરકારના, સૌનો સાથ, સૌનો વિકાસના કાર્યક્રમ અન્વયે કૃષિ, ખેડુત કલ્યાણ વિભાગ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં “કિસાન સન્માન દિવસ” નિમિત્તે કિસાન સર્વોદય યોજના, સાત પગલા ખેડુત કલ્યાણ યોજના, પ્રાકૃતિક ખેતી માટે ખેડુત તાલીમના કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને સાધન સહાય, કૃષિ યાંત્રીકરણ અને ખેડુતલક્ષી યોજનાઓના પૂર્વ મંજૂરી હુકમ તથા પેમેન્ટ ઓર્ડર વિતરણના રાજ્યવ્યાપી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા તાલુકાના વડાલીયા સિંહણના આરાધના ધામ ખાતે રાજ્યકક્ષાના અન્ન અને નાગરીક પુરવઠા મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના “કિસાન સન્માન દિવસ”નો ક્રાયક્રમ યોજાયો હતો.
રિપોર્ટ;-મુસ્તાક સોઢા
ખંભાળીયા