કડીના ટાઉનહોલ ખાતે કિસાન સન્માન દિવસ થકી ખેડુતોનો ઉન્નત જીવનનો મહાયજ્ઞ કાર્યક્રમ યોજાયો

કડીના ટાઉનહોલ ખાતે કિસાન સન્માન દિવસ થકી ખેડુતોનો ઉન્નત જીવનનો મહાયજ્ઞ કાર્યક્રમ યોજાયો
Spread the love

કડી ટાઉનહોલ ખાતે કિસાન સન્માન દિવસ થકી ખેડુતોના ઉન્નત જીવનનો મહાયજ્ઞ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેના નેતૃત્વમાં રાજ્યની સંવેદનશીલ સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતા કિસાન સન્માન દિવસ નિમિત્તે કડી ખાતે ખેડુત લાભાર્થીઓને કિસાન સન્માન નિધિ યોજના,સાત પગલાં ખેડુત કલ્યાણના સહિત કિસાન સૂર્યોદય યોજનાથી લાભાંવિત કરવામાં આવ્યા હતા
મહેસાણા જિલ્લામાં કિસાન સન્માન દિવસ કડી ખાતે કિસાન સન્માન દિવસના આયોજનમાં હજારો ખેડુતો ઓનલાઇન થકી રાજ્યકક્ષાથી માર્ગદર્શન મેળવ્યું હતું. આ પ્રસંગે કડી ખાતે જિલ્લા કક્ષાના કિસાન સન્માન કાર્યક્રમમાં ધારાસભ્ય કરશનભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે ખેડુતોનું જીવન ઉન્નત બને તે દિશામાં સરકારે અનેક કામગીરી કરી છે. દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તત્કાલી મુખ્યમંત્રી સમયે કૃષિ મહોત્સવ યોજી ખેડુતોના જીવનમાં ખુશાલી લાવ્યા છે.
ધારાસભ્ય કરશનભાઇ સોલંકીએ ઉમેર્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી સતત ખેડુતોના હિતની ચિતા કરે છે. ખેડુતોનો વિકાસ થાય તે માટે સાત પગલાં ખેડુત કલ્યાણના,કિસાન સુર્યોદય જેવી અનેક યોજનાઓ શરૂ કરી છે જેનો ખેડુતો લાભ મેળવી રહ્યા છે.
આ પ્રસંગે દુધસાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ‘કિસાન સૂર્યોદય યોજના’ અંતર્ગત ખેડૂતો માટે દિવસે વીજળી આપવાના સેવા યજ્ઞની શરૂઆત કરી છે.તેમજ આગામી ૨૦૨૨ સુધીમાં ગુજરાતના તમામ ખેડૂતોને ખેતી માટે દિવસે વિજળી મળે તે લક્ષ્યાંક સાથે આપણી સરકાર દ્વારા કામ થઇ રહ્યું છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત ડિસ્ટ્રીક બેન્કના ચેરમેન વિનોદભાઇ પટેલે જણાવ્યું હતું કે અગાઉની સરકારમાં ખેડૂતો પાસેથી ૧૮ ટકાના જેટલું ઉંચુ વ્યાજ વસુલવામાં આવતું હતું આજે આ સરકારે ખેડૂતોની ચિંતા કરી ઝીરો ટકા વ્યાજે ધિરાણ આપે છે. આ ઉપરાંત ખેડુતોના પાક નુંકશાન માટે મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજનાનો અનેક ખેડુતનો લાભ મળી રહ્યો છે.
કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ,જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશ,જિલ્લા ખેતીવાડી અધિકારી સહિત સંલ્ગન અધિકારીઓ,પદાધિકારીઓ,ખેડુત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

IMG-20210805-WA0024.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!