સાબરકાંઠા જીલ્લા પોલીસ સાથે ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ બેઠક યોજાઇ.

સાબરકાંઠા જીલ્લા પોલીસ સાથે ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ બેઠક યોજાઇ.
Spread the love

રાજયના નાગરીકોની શાંતિ-સલામતી-સુરક્ષા માટે રાજય સરકાર ટેકનોલોજીના માધ્યમથી કટીબધ્ધઃ પોલીસ પણ પડકારો ઝીલવા સજજ

ગૃહમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા

સાબરકાંઠા જીલ્લા પોલીસ સાથે ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ બેઠક યોજાઇ.

ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ રામપુરા ખાતેના કિસાન સન્માન કાર્યક્રમ પૂર્ણ કરીને પોલીસ વિભાગના ઉચ્ચઅધિકારીઓ, જિલ્લા કલેકટરશ્રી, પોલીસ વડા અને ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, હિંમતનગર ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજી હતી. અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીને પ્રેઝન્ટેશન દ્વારા સમિક્ષા કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન કર્યુ હતુ.

આ બેઠકમાં જિલ્લામાં પોલીસ વિભાગના મહેકમ, પ્રોહીબિશન, બાઇકચોરી, મિલકત સબંધિ ગુન્હાઓ, હથિયારબંધી, આંતર રાજયમાંથી આવતા દારૂની હેરાફેરી, ગુનેગારોની ધરપકડ, અટકાયતના પગલાં, પાસા તડીપાર, પેરોલ ફર્લોની કામગીરી, લેન્ડ ગ્રેબિંગ એકટ, ગુમ આપહરણ, ટ્રાફિક સમસ્યા, ઇડરીયાગઢની આસપાસ ખનિજ ખનન, બાયોડિઝલના ગેરકાયદે વેચાણ, કોમોડીટી એકટ એન.ડી.પી. એસના ગુન્હા, રેમડેસીવરના કાળાબજાર , રેશનીંગના અનાજના કાળાબજાર, વેચાણ, જુના વાહનો પોલીસ સ્ટેશનમાં છે તેનો નિકાલ, CCTV વિશ્વાસ-૧ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ખાતે ગૂના ખોરીને ડામવા માટે હિંમતનગર ખાતે ૨૪ સ્થળોએ ૧૩૧ કેમેરા લગાવવામાં આવશે. તેમજ વિશ્વાસ-૨ પ્રોજેકટ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહમામાં ૧૩ સ્થળોએ૮૧ કેમેરા, ઇડર ખાતે ૧૮ સ્થળોએ ૧૧૩ કેમેરા મુકવામાં આવશે. વિશ્વાસ-૧ અને ૨ મળી કુલ ૫૫ સ્થળોએ ૩૨૫ કેમેરા ગોઠવવામાંઆવશે. અંદાજે ૩૨૯ કરોડના ખર્ચે મુકવામાં આવશે.તથા રૂઢિગત ગ્રામસભા પંચાયત વગેરે બાબતે બેઠકમાં સર્ચા કરાઇ હતી.. આ ઉપરાંત નગરપાલિકા વિસ્તાર ઇડર, હિંમતનગરમાં ટ્રાફિકની સમસ્યા નિવાર માટે તથા વાહન અકસ્માત અંગેના બ્લેક સ્પોર્ટ દુર કરવા સહીતની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરી હતી અને પોલિસ સ્ટેશનમાં સી.સી. ટીવી કેમેરા તથા જુદા જુદા રોડ પર ક્રાઇમ ડિટેકટ માટે કેમેરા મૂકીને કાયદો વ્યવસ્થા જાળવા માટે ના પ્રયાસો પર ભાર મૂકયો હતો.

ગુહ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ૧૦ હજાર બોડી બોર્ન કેમેરા પોલિસ કર્મી ઉપર લગાડીને કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવશે જેથી પોલિસ અને પ્રજા વચ્ચેનો સંઘર્ષ નિવારી શકાય સાઇબર ક્રાઇમ ઘટાડવા માટે પણ અનેક પગલા લેવામાં આવશે. અને સોલાર રૂફટોપથી પોલીસ મથકોને સજ્જ કરાશે. આમ રાજયના લોકોની સુરક્ષા-સલામતી અને શાંતિ માટે પોલિસ હર હંમેશાં તૈયાર રહેશે. અને ગૃહ વિભાગ કોઇપણ ગુન્હેગારોને છોડાશે નહી કોઇને શેહ સરમ ભરશે નહી. તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ બેઠકમાં હિંમતનગરના ધારાસભ્યશ્રી રાજેન્દ્ર ચાવડા, ઇડરના ધારાસભ્યશ્રી હિતુભાઇ કનોડીયા અને પ્રાતિજના ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, રેન્જ આઇ.જી. શ્રી અભય સુડાસમા, જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયા,જિલ્લાપોલિસ વડાશ્રી નિરજ બડગુજર તેમજ વિભાગીય પોલિસ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહયા હતા. અને પ્રેઝટેશન મારફત સાબરકાંઠા જિલલામાં થયેલ કામગીરીને મંત્રીશ્રી સમક્ષ પ્રસ્તુત કરી હતી. ત્યારબાદ મંત્રીશ્રીએ સાબરકાંઠા જિલ્લાના પ્રિન્ટ અને ઇલેકટ્રોનીક મિડીયાને ગુહ વિભાગની અસરકારક કામગીરીની માહિતી આપી હતી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20210805-WA0221-0.jpg FB_IMG_1628160074936-1.jpg IMG-20210805-WA0223-2.jpg

Admin

Kuldip Bhatia

9909969099
Right Click Disabled!