રાજકોટ ના મહાનગરપાલિકામાં ગાડી ખરીદવા મુદ્દે વિરોધ, કમિશનરને આવેદનપત્ર આપેલ

રાજકોટ ના મહાનગરપાલિકામાં ગાડી ખરીદવા મુદ્દે વિરોધ, કમિશનરને આવેદનપત્ર આપેલ
Spread the love

રાજકોટ માં મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શાસકપક્ષના નેતા માટે અને ફાયર ઇમર્જન્સી શાખાના ચેરમેન માટે ગાડી લેવા માટે લીલી ઝંડી આપી દિધી હતી. ૫૦ લાખની નવી કારો ખરીદવાના હઠાગ્રહ નો લેખિતમાં વિરોધ કરી વિસ્તૃત આવેદનપત્ર કોંગ્રેસના આગેવાનો અને લોક સંસદ વિચાર મંચ દ્વારા આપવામાં આવેલ હતું. રજૂઆતમાં મ્યુનિસિપલ કમિશનરને શાસકપક્ષના નેતા અને ફાયર ચેરમેનની ગાડી અંગે વહીવટી મંજૂરી ન આપવા અપીલ કરવામાં આવી હતી. લેખિત રજૂઆત બાદ કમિશનરે જવાબ નહી અપાતા સાંજે ૫ કલાકે શાસકપક્ષના નેતા અને ફાયર ઇમર્જન્સી ના ચેરમેન બંને માટે નવી નકોર અફલાતૂન ગાડી કમિશનરને અર્પણ કરવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાના વિજિલન્સ ઓફિસર D.Y.S.P ઝાલા સાથે કમિશનર બ્રાંચમાં જવા બાબતે ચકમક ઝરી હતી. અંતે બંને ગાડીઓને જનરલ રજીસ્ટરી બ્રાંચમાં આવેદનપત્રના બીડાણ સાથે રજુ કરી ફાળવી દેવામાં આવી હતી. ગાડી એક હથિયાર ન હોવા છતાં કમિશનર બ્રાન્ચમાં ગાડી લઈને જવા કોના આદેશથી પાબંદી લગાવી હતી. રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના પૂર્વ નેતા પ્રવિણભાઇ રાઠોડ, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા, ફરિયાદ સેલના ભાવેશ પટેલ, યુથ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી ચંદ્રેશ રાઠોડ, લોક સંસદ વિચાર મંચના ધીરુભાઈ ભરવાડ, નારી સુરક્ષા સમિતિના હિતાક્ષીબેન વાડોદરિયા સહિતના રાજકીય-સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!