ડભોઇ નગર ના ત્રણ વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર -વડોદરા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન નિલેશ પુરાણીની ખાસ મુલાકાત

ડભોઇ નગર ના ત્રણ વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર -વડોદરા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન નિલેશ પુરાણીની ખાસ મુલાકાત
Spread the love

ડભોઇ નગર ના ત્રણ વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર -વડોદરા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન નિલેશ પુરાણીની ખાસ મુલાકાત*

*(આરોગ્ય વિભાગ અને તંત્ર દ્વારા કોલેરાગ્રસ્ત અને અન્ય વિસ્તારોમાં પાણીના સેમ્પલો લઈ સર્વે હાથ ધરાયો)*

છેલ્લા કેટલા દિવસોથી ડભોઇ નગરમાં કોલેરાના કેસમાં વધતા જતા વધારા ને લઈ નગરના ત્રણ વિસ્તાર જેવા કે રાણાવાસ, નવીનગરી, અને કાસકી વાડા ને કોલેરાગ્રસ્ત વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભિલોડિયા ગામ ના વણકરવાસમાં કોલેરાગ્રસ્ત જાહેર કરાયું છે જ્યારે ડભોઇ ગામ ના આજુબાજુના 8 કિમી વિસ્તાર ગામો તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીલોડીયા ના ગામ ના આજુબાજુ ના 8 કિમી વિસ્તાર ગણાતા ગામોને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેના અનુસંધાને કોલેરાને નિયંત્રિત કરવા વડોદરા જિલ્લા કલેકટર શ્રી અને મેજિસ્ટ્રેટ દ્વારા ડભોઇ મામલતદારને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે પસંદગી કરી જાહેરનામું બહાર પાડી જરૂરી તમામ પગલાં ભરવાના આદેશ કરાયા હતા. સાથે આ જાહેરનામુ આગામી ત્રણ માસ સુધી અમલી રહેશે તેવું જાણવા મળ્યું હતું.
આરોગ્ય વિભાગના કર્મચારીઓ આ કોલેરાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં વડોદરા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન નિલેશભાઈ પુરાણી એ ખાસ ડભોઇ ની મુલાકાત લીધી હતી જે દરમિયાન તેઓ જણાવ્યું હતું લોકોએ પોતાની સુખાકારી માટે નગરમાં સાફ-સફાઈ સારી થાય અને લોકો પીવાનું પાણી ઉકાળીને પીએ તેવા સૂચનો તેમના દ્વારા જણાવવામાં આવ્યા હતા. તેમજ તેઓ જણાવ્યું હતું કે જે વિસ્તાર કોલેરા ગ્રસ્ત છે ત્યાં નગરપાલિકાની અને મેડિકલની ૨૫ ટીમો કાર્યરત છે જેઓ ઘરે ઘરે જઈ ટેસ્ટ કરી તેની દવાઓ આપવાની કામગીરી હાથ ધરી છે.
એક બાજુ નગરમાં 3 વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યા છે તો બીજી બાજુ કેટલાક વિસ્તારમાં ઉભરાતી ગટરનું ગંદુ દૂષિત પાણી અને ગંદકીથી ખદબદતા કચરાના ઢગલાઓ જોવા મળતાં આ બીમારી વધારે વકર્સે તેવી નગરમાં ચર્ચાઓ વહેતી થઈ હતી. તેમજ ડભોઇ નગરમાં અગમચેતીના ભાગરૂપે ખાણીપીણી લારીઓ અને દુકાનો ચેકિંગ સઘન બનાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

 

રીપોર્ટ:- ચિરાગ તમાકુવાલા ડભોઇ

IMG-20210806-WA0047.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!