રાજકોટ માં પોલીસ કમિશનર દ્વારા લોકોને ન્યાય માટે યોજાયેલ લોકદરબાર.

રાજકોટ માં પોલીસ દ્વારા પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે લોકદરબારનું આયોજન કરી સ્થળ ઉપર વ્યાજખોરો, લેન્ડ ગ્રેબિંગ અને GPID (ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્સ્ટ્રેટ ઓફ ડીપોઝીટ એકટ) એકટ હેઠળ ફરીયાદ અરજીનો સ્થળ પર નિરાકરણ કરી અને તેઓને ન્યાય અપાવવા માટે રાજકોટ શહેર પોલીસની વાતોનો ફિયાસ્કો થઇ ગયો હતો. રાજકોટ શહેરમાં રહેતા નાગરીકોની કોઇપણ પ્રકારની વ્યાજખોરીને લગતી તકલીફો કે ફરીયાદ હોય અથવા અગાઉ રાજકોટ શહેરના પોલીસ સ્ટેશનોમાં અથવા પોલીસ કમિશનરની કચેરીએ અરજી કરેલ હોય અને પોલીસ કાર્યવાહીથી અસંતુષ્ઠ હોય તેવા નાગરીકો પણ લોક દરબારમાં હાજર રહ્યા હતા. અને શહેરના તમામ ડીવીઝનના A.C.P અને તમામ પોલીસ સ્ટેશનના P.I ની ઉપસ્થિતિમાં તાત્કાલીક ત્યાં જ અરજીનું નિરાકરણ કરવામાં આવશે તેવી પોલીસની જાહેરાત માત્ર દેખાડો સાબિત થઈ હતી. સ્ટેજ ઉપર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, J.C.P ખુર્શીદ અહેમદ, D.C.P ઝોન-૧ પ્રવીણકુમાર મીણા, D.C.P ઝોન-ર મનોહરસિંહ જાડેજાએ માત્ર ફોટો સેશન કરાવી ત્યાં આવેલા અરજદારોને ન્યાય મળે તેવી કાર્યવાહી કરવાને બદલે પોતાની વાહ વાહ માં વધુ રસ લઇ તેવી કામગીરી કરી હતી. આ લોકદરબારમાં વ્યાજકવાદને લગતી સમસ્યાઓનું નિરાકરણ તેમજ આ બદીથી મુકત કરવા અને વ્યાજંકવાદ સંપૂર્ણ નાબુદ કરવાના હેતુસર આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ એક પણ અરજદારન એ રૂબરૂ સાંભળવામાં આવ્યા નથી. પોલીસ અધિકારીઓ દ્વારા મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે સરકાર દ્વારા ગુજરાત લેન્ડ ગ્રેબીંગ પ્રોહીબીશન એકટ (ગુજરાત જમીન પડાવી લેવુ પ્રતિબંધ અધિનિયમ) નો નવો કાયદો અમલમાં મુકવામાં આવેલ છે, જે ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર ઇસમો ઉપર કડક કાર્યવાહી થાય તેવા હેતુથી અમલમાં મુકવામાં આવેલ છે. તેમજ લોકોને રજાડતા ભુમાફીયાઓ ઉપર અંકુશ રહે અને સમાજમાં શાંતિ અને સલામતી ભર્યા વાતાવરણ ફેલાય અને લોકોની કિંમતી મીલ્કતો સુરક્ષીત રહે તે માટે છે. ન્યાયની આશાએ લોકદરબારમાં ૧૦૦ થી વધુ અરજદાર આવ્યા હતા. જેમાં ના એક પણ ને સ્થળ ઉપર ન્યાય મળ્યો નથી. માત્ર ફોટો સેશનમાં માહિર પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓએ લોકદરબારના નામે પોતાની પ્રસિદ્ધિ માટે કાર્યક્રમનું આયોજન કયું હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.