રાજકોટ માં પાકિસ્તાની પકડાયેલા માછીમારો પર પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી

રાજકોટ માં પાકિસ્તાની પકડાયેલા માછીમારો પર પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી
Spread the love

રાજકોટ ખાતે તાજેતરમાં મચ્છીમારોને જેલ મુક્ત કરાવવા માટે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં જાણવા મળેલી વિગત મુજબ ભારતના ૫૫૮ માછીમારો પાકિસ્તાનની જેલમાં છે. જેમાંથી ૨૯૫ માછીમારોનો નેશનલ આઇડેન્ટિફિકેશન કરી લેવામાં આવ્યું છે. બાકીના માછીમારો અને નેશનલ આઇડેન્ટિફિકેશન કરવામાં આવ્યું નથી. ત્યારે અમારી માગણી છે કે નેશનલ આઇડેન્ટિફિકેશન ઝડપ કરવામાં આવે અને માછીમારો પાકિસ્તાનની જેલમાંથી ઝડપથી છૂટીને અને પરત પોતાના વતન એટલે કે તેવી વ્યવસ્થા ભારત સરકાર દ્વારા ગોઠવવામાં આવે તેવી અમારી માંગ છે. હાલ કોરોના હોય ત્યારે માછીમાર કુટુંબો પરેશાન છે. ત્યારે માછીમારોને મુશ્કેલી ઓછી કરવાનું કામ કરવામાં આવે. સરકાર દ્વારા કરવામાં આવતું નેશનલ વેરીફીકેશનમાં ઘણો જ સમય લઈ લેવામાં તેની પણ સમય મર્યાદા નક્કી કરવામાં આવે એવું જતીન દેસાઈએ જણાવ્યું હતું. તેમજ હીરાબેન ચાવડા કે જેમના પતિ પાકિસ્તાન જેલમાં છે. તેઓ જણાવે છે કે ૧૪ ઓગસ્ટે પાકિસ્તાન માટે અને ૧૫ ઓગસ્ટે ભારતનો આઝાદી દિવસ હોય. ત્યારે અમારા માછીમારોને બંને દેશો આઝાદ કરીને અમને પણ ઉત્સાહ સાથે આઝાદી પર્વની ઉજવણી કરવા મળે. તેમજ રમીલાબેને જણાવ્યું હતું કે મારા બંને પુત્રો પાકિસ્તાન જેલમાં છે. હું તેની મા છું મને મારા દિકરાના મોઢા જોવા છે. હવે હું સરકાર અને સરકારી અધિકારીઓને રજુઆત કરીને થાકી ગઈ છું. મને મારા પુત્રોને ભારત લઈ આવવા માટે સરકાર મદદ કરે. ઉસ્માનગની શેરસીયા, સેક્રેટરી, નેશનલ ફિશ વર્કર ફોરમ દ્વારા જણાવ્યું હતું કે આપણી સરકારો દ્વારા દરિયા કિનારા પર ઉધોગો વિકાસની લ્હાયમાં દરિયામાં જે રીતે પ્રદુષણ વધાર્યું તેના કારણે માછીમારોએ ઊંડા દરિયામાં માછીમારી કરવા જવું પડ્યું અને સરહદ પર પકડાયા છે. આ માછીમારોને પાકિસ્તાન જવા માટે મોટા મોટા ઉધોગોના પ્રદુષણ જવાબદાર છે. તેમ છતાં હજી પણ સરકાર જેતપુરના ઉધોગનું ગંદુ પાણી પોરબંદરના દરિયામાં નાખવા માટે પ્રોજેકટ તૈયાર કરે છે. આટલી લાંબી પાઈપલાઈન માટે ખર્ચ કરવાને બદલે જેતપુરમાં જ પાણીની પ્રોસેસ કરવામાં આવે તે વધુ યોગ્ય છે. વેલજીભાઈ મસાણી, માછીમાર આગેવાન માંગરોળ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બાબતે અમે ટૂંક સમયમાં જ સરકારના પ્રતિનિધિઓને મળીશું અને યોગ્ય નિર્ણય લેવાય તે માટે રજુઆત કરીશું.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!