‘નાગાબાવાઓના દર્શન કરો તમારું ધાર્યું કામ થઈ જશે’ તેવું કહી નાનીકડી યુવકની 2 વીંટી લઈ 3 ઈસમો ફરાર

*’નાગાબાવાઓના દર્શન કરો તમારું ધાર્યું કામ થઈ જશે’ તેવું કહી નાનીકડી યુવકની 2 વીંટી લઈ 3 ઈસમો ફરાર*
કડી શહેરમાં અને તાલુકામાં ફરી એકવાર કથિત નાગાબાવાના ચક્કરમાં એક વ્યક્તિએ છેતરાયો હોવાની ઘટના સામે આવી છે થોડા દિવસો અગાઉ સ્થાનિક યુવક મિત્ર સાથે રોડ ઉપર ઉભો હતો આ દરમ્યાન એક કારમાં ત્રણેય ઈસમો આવીને સરનામું પૂછવા લાગ્યા હતા જે બાદ અંદર નાગા બાવા બેઠા છે તેમને પગે લાગો તો ધાર્યું કામ થશે યુવક પગે લાગ્યો હતો જે બાદ એક રુપિયો માગતા યુવકે રૃપિયા આપવા જતા અચાનક પોતાના હાથમાં પહેરેલ સોનાની બે વીંટી(1,00,000) પણ આપી દીધી હતી જે બાદ તેમના ગયા બાદ ફરિયાદીને છેતરાયાની ખબર પડતાં આબરૂ જવાની બીકે ફરિયાદ નોંધાવી ન હતી પરંતુ શુક્રવારે નાગાબાવા સહિત ત્રણ અજાણ્યા ઇસમો વિરુધ્ધ કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી
કડી તાલુકાના નાનીકડી વિસ્તારમાં આવેલ અર્બુદા સોસાયટીના ગેટ આગળ કથિત નાગા બાવાએ છેતરપીંડી કર્યાની ઘટના સામે આવી છે નાનીકડીના અર્બુદાનગર સોસાયટી માં રહેતા મહેન્દ્રસિંહ બચુભા ઝાલા ગત તા.31/7/21 બપોરના સમયે સોસાયટી આગળ ઊભા હતા આ દરમ્યાન એક મહિન્દ્રા કંપનીની કેયુવી મોડલની ગાડી આવતાં ચાલક તથા અંદર બેસેલ ત્રણ ઈસમોએ તેમને સરનામું પૂછ્યું હતું જે બાદમાં કહેલ કે આ નાગા સાધુ મહારાજને પગે લાગો તમારું ધાર્યું કામ થઈ જશે તેમ કહી એક રૃપિયો માંગતા મહેન્દ્રસિંહઅે ગાડીમાં બેસેલ નાગા સાધુ બાવાને એક રૃપિયો આપ્યો હતો
આ દરમ્યાન નાગા સાધુબાવાઓ રૂપિયો તથા રુદ્રાક્ષ જમણા હાથે આપતા મહેન્દ્રસિંહે અચાનક પોતાના બન્ને હાથ માની વીંટીઓ નંગ 2 કી.₹.1,00,000/- ની આપી દીધી હતી જે બાદમાં આ કથિત નાગા સાધુ અને તેની સાથે આવેલ ઇસમો જતા રહ્યાં હતા આ તરફ મહેન્દ્રસિંહઅે છેતરાયાનું ભાન થતાં આબરૂ જવાની બીકે ફરિયાદ કરી ન હતી જે બાદમાં શુક્રવારે કડી પોલીસ મથકમાં ત્રણેય ઇસમોએ એકબીજાની મદદગારી કરી તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી નાસી જઇ ગુનો કર્યો હોવાની ફરિયાદ કરી પોલીસે સ્ટેશનમાં નોંધાવી હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી