રાજકોટ ની ક્રિષ્ના કાઠીયાવાડી હોટેલ નજીક આઇસરના ચાલકે હડફેટે લેતા બાઇક સવાર શ્રમિકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત

રાજકોટ ની ક્રિષ્ના કાઠીયાવાડી હોટેલ નજીક આઇસરના ચાલકે હડફેટે લેતા બાઇક સવાર શ્રમિકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત
Spread the love

રાજકોટ ના કુવાડવા રોડ પર ક્રિષ્ના કાઠીયાવાડી હોટેલ નજીક આઇસરના ચાલકે હડફેટે લેતા બાઇક સવાર શ્રમિકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત.

રાજકોટ શહેર પોલીસ માંથી મળતી માહિતી અનુસાર મૂળ મઘ્યપ્રદેશના બગદરી નામના વતની અને હાલ રાજકોટ શહેરનાં કુવાડવામાં રહેતા રીન્કુસીંગ મંજુસીંગ ઉ.૨૭ નામનો યુવાન આજે સવારે પોતાનું બાઇક લઇ રોજના નિત્યક્રમ મુજબ મજુરી કામે જતો હતો. ત્યારે કુવાડવા રોડ ક્રિષ્ના કાઠીયાવાડી હોટેલ નજીક પુર ઝડપે આવી રહેલા આઇસરના ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇક દૂર સુધી ફંગોળાયુ હતું. અને રીન્કુસીંગના માથા પર આઇસરનું વ્હીલ ફરી વળ્યુ હતું અને રીન્કુસીંગનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજયુ હતું. આ અકસ્માતને પગલે લોકોના ટોળા એકત્ર થયા હતાં. અને અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક ચાલક ૧૦ ફુટ સુધી ઢસડાયો હતો. તેવી ચર્ચા નજરે જોનારા કરી રહ્યા હતાં. બનાવ અંગે ૧૦૮ ને જાણ કરવામાં આવતા પાયલોટ જયપાલસિંહ પરમાર અને E.M.T જગદીશભાઇ બાવળીયા ઘટના સ્થળે દોડી ગયા હતાં. અને રીન્કુસીંગને જોઇ તપાસી મૃત જાહેર કર્યુ હતો. આ બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ મથકનાં P.S.I એન.બી.ડાંગર સહિતનાં સ્ટાફે મૃતકનાં પરિવારજનોની ઓળખ મેળવી તેના પરિવારનો સંપર્ક કરી બનાવ અંગે જાણ કરી હતી.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!