લીલીયા મોટા ના ભોરિંગડા ગામે વિકાસ દિવસ નિમિત્તે ૬૬ કેવી નું લોકાર્પણ કરાયું

લીલીયા મોટા ના ભોરિંગડા ગામે વિકાસ દિવસ નિમિત્તે ૬૬ કેવી નું લોકાર્પણ કરાયું
Spread the love

લીલીયા મોટા : લીલીયા મોટા ના ભોરિંગડા ગામે વિકાસ દિવસ નિમિત્તે ૬૬ કેવી નું લોકાર્પણ કરાયું

આજ રોજ લીલીયા તાલુકા ના ભોરિંગડા ખાતે ગુજરાત સરકાર ના ૫ વર્ષ પૂર્ણ થવા પર લોકહીત ના કાર્યો માટે લોકસેવા ના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં તા.૭/૮/૨૧ ના રોજ વિકાસ દિવસ ની ઉજવણી લીલીયા તાલુકા ના ભોરિંગડા ખાતે કરવામાં આવેલ લીલીયા તાલુકા ના ક્રાકચ ભોરિંગડા તથા આજુબાજુ ના અન્ય ગામો ને વીજળી ને લગતો ખૂબ જ ગંભીર પ્રશ્ન હતો જેના માટે જિલ્લા પંચાયત બાંધકામ સમિતી ના પૂર્વ ચેરમેન શ્રી મગનભાઈ સી દુધાત દ્વારા ક્રાકચ વિસ્તાર માં ૬૬ કેવી વીજ પ્રવાહ ની જરૂરિયાત માટે વારંવાર ભૂત કાળ માંગણી કરવા માં આવતી જેને ધ્યાને લઇ સરકાર શ્રી દ્વારા લાઈટ ની જરૂરિયાત ને ધ્યાને લઇ મંજૂરી ની મહોર મારવા માં આવેલ અને ૬૬ કેવી લાઈન ની જરૂરિયાત ને સંતોષ વા માં આવેલ જેનું તા.૭/૮/૨૧ ના રોજ અમરેલીજિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રેખાબેન જલ્પેશભાઈ મોવલિયા ના અધ્યક્ષ સ્થાને લોકાર્પણ કરવા માં આવેલ જેથી લોકો માં હર્ષ અને ખુશી ની લાગણી જોવા મળી હતી અને ખેડૂતો માં પણ ખુશી ની લહેર જોવા મળી હતી આ તકે જી એન ભાયાણી સાહેબ ડી પી પટેલ સાહેબ એન કે મોવલિયા સાહેબ મેદપરા સાહેબ કે કે ભગત વી સી પટેલ સાહેબ ભવાની સાહેબ અને જિલ્લા પંચાયત અમરેલી શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી વીપુલભાઈ દુધાત જિલ્લા પંચાયત સદસ્ય આર ભીખાભાઈ ધોરાજીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી મહામંત્રી હસમુખભાઈ હપાણી જીગ્નેશ ભાઈ સાવજ તાલુકા પંચાયત વિરોધ પક્ષ ના નેતા રાશીભાઇ ડેર ચતુરભાઈ કાકડીયા તેમજ તાલુકા પંચાયત સદસ્યો હોદેદારો કાર્યકરો તથા ગ્રામપંચાયત ના સરપંચ શ્રી ઓ અને આજુ બાજુ ના ગામ માં થી પધારેલ કાર્યકરો એ આ લોકાર્પણ કાર્યક્રમ નો લાભ લીધેલ

રિપોર્ટ : ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20210808-WA0016-2.jpg IMG-20210808-WA0014-0.jpg IMG-20210808-WA0017-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!