ડભોઇ- દભૉવતિના ધારાસભ્યની ઉપસ્થિતિમાં ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે લગાવેલા ઓક્સિજન પ્લાન્ટ નું વિધિવત લોકાર્પણ

“ડભોઇ- દભૉવતિના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા)ની ઉપસ્થિતિમાં ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે લગાવેલા ઓક્સિજન પ્લાન્ટ નું વિધિવત લોકાર્પણ”
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં પ્રજા સમક્ષ તેમના કાર્યોના હિસાબો પ્રજા સમક્ષ મુકવા માટે નવ દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજના દિવસે.
“વિકાસ દિવસ” જે અંતર્ગત આરોગ્ય સુખાકારીનો કાર્યક્રમ ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે લગાવેલ ઓક્સિજન પ્લાન્ટ નું વિધિવત લોકાર્પણ ડભોઇ -દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતીમાં કાર્યરત કરાયું હતું. કોરોનાવાયરસ ની મહામારીની બીજી લહેરમાં સંક્રમિત દર્દીઓને ઓક્સિજન માટે પારાવાર મુશ્કેલીઓ પડી હતી. જેથી કોરોનાવાયરસની સંભવિત ત્રીજી લહેરના અગમચેતીના ભાગરૂપે આ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં ડભોઈના એસ.ડી.એમ. શિવાની ગોયલ,વડોદરા જિલ્લા ભાજપા મહામંત્રી ડૉ. બી.જે. બ્રહ્મભટ્ટ, ડભોઇ ભાજપના શહેર પ્રમુખ ડો. સંદીપભાઈ શાહ, ભાજપા પ્રાદેશિક કારોબારી સભ્ય શશીકાંતભાઈ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. ગુડિયા રાણી,તાલુકા પંચાયત પ્રમુખ- ઉપપ્રમુખ, જીલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, ડભોઈ નગરપાલિકાના કારોબારી સભ્ય વિશાલ શાહ, ડભોઇ નગરના નગરસેવકો, હોદ્દેદારો, અને વિસ્તારના અગ્રણી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.