રાજકોટ મા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોર્ડનં-૪ મોરબી રોડ પર ગેરકાયદેસર ખડકાયેલા મકાનોનું ડિમોલિશન

રાજકોટ માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોર્ડનં-૪ ના મોરબી રોડ અને આજુબાજુના કેટલાક ભાગમાં આડેધડ ચાલતા ગેરકાયદેસર બાંધકામો પર કેમેરા મુકવામાં આવી રહ્યા છે. છતાં કોર્પોરેશનના જ વધુ પ પ્લોટમાં ગેરકાયદેસર મકાનો ખડકાતા એકાએક ડિમોલીશન કરીને રૂા.૧.૭૫ કરોડની જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે. આ ટીપી ૧૪ માં ગાયત્રી પાર્ક મેઇન રોડ પર S.E.W.S ના પ્લોટમાં ૧૧૫ ચો.મી. અક્ષર પાર્ક, જય જવાન જય કિસાન મેઇન રોડ પર રહેણાંક વેચાણના પ્લોટમાં ૧૨૦ ચો.મી. મહેશ્ર્વરી સોસાયટીમાં કોમર્શિયલ હેતુના પ્લોટમાં ૯૦ ચો.મી. રામાણી પાર્ક શેરીનં.ર અંદર રહેણાંક વેચાણ હેતુના પ્લોટમાં ૩૦૦ ચો.મી. અને બેડી ચોકડી પાસે વેલનાથ પરા સામે સાગર સોસાયટીમાં સ્કુલના હેતુના પ્લોટમાં ૬૫ ચો.મી. બાંધકામ ઉભા કરાયા હતા. શ્રાવણ મહિના અને તહેવારની રજાઓનો લાભ લઇને અમુક લોકો મકાન બનાવીને વેચી મારવાની ફિરાકમાં હોવાની બાબત પેટ્રોલીંગમાં ધ્યાન પર આવી હતી. તેના પરથી આ ડિમોલીશન કરી નાખવામાં આવ્યું હતું. વિજીલન્સ પોલીસ બંદોબસ્ત સાથે આ ઓપરેશન કરીને પ પ્લોટની ૬૯૦ ચો.મી. જગ્યામાં ખડકાયેલા પ મકાનના બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. આ ડિમોલીશનમાં ATP એસ.એસ.ગુપ્તા, વી.વી.પટેલ, એ.એચ.દવે, અશ્ર્વિન પટેલ, મનોજ પરમાર, જયંત ટાંક, એસ.એફ.ડોડીયા, સી.વી.પંડિત વગેરે હાજર રહ્યા હતા. આ ઉપરાંત વિજીલન્સ પોલીસ, રોશની વિભાગ, દબાણ હટાવ શાખા, ફાયરબ્રિગેડ સહિતની શાખાનો સ્ટાફ પણ જોડાયો હતો.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.