વિજયનગર એમ. એચ. હાઇસ્કુલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ચેરમેનશ્રી અધ્યક્ષ સ્થાને યોજાઇ

આદિવાસીઓના સર્વાગીણ વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજનાથી સરકારે અમૂલ્ય અવસરો પુરા પાડયા છે.
-ચેરમેનશ્રી બળવંતસિંહ
વિજયનગર એમ. એચ. હાઇસ્કુલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને યોજાઇ
૯મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકમાં ગુજરાત રાજય ઔધોગિક વિકાસ નિગમના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને શ્રી એમ. એચ હાઇસ્કુલ ખાતે શાનદાર રીતે પરંપરાગત વાંજિત્રો અને પહેરવેશમાં ઉજવવવામાં આવી હતી અને આદિવાસી લાભાર્થીઓને કિટ વિતરણ તથા તેજસ્વી તારલાઓને ટ્રોફી પ્રમાણપત્ર આપી સન્માન કરાયા હતા. સાથે પ્રગતિશીલ પશુપાલક ખેડૂતનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. અને રૂ. ૯૪ લાખની સહાય મહાનુભાવોના હસ્તે વિતરણ કરાઇ હતી અને વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જ.આઇ.ડી.સી.ના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વનબંધુ કલ્યાણ યોજનામાં જંગી રકમ ફાળવીને વનબંધુના વિકાસના દ્વાર ખોલ્યા છે. એજ પરંપરાને આગળ ધપાવવા રાજયના સંદેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વનબંધુ કલ્યાણ યોજના ફેઝ-૨ શરૂ કરીને છેવાડાના માનવી ચિંતા કરીને આગળ વધવાના અવસર પુરા પાડયા છે. આજે રાજપીપળા ખાતેથી કરોડો રૂપિયાના વિકાસ કામો તથા બિરસામુંડા યુનિવસિટીનું ખાતમૂહુર્ત કરીને આદિવાસીને શૈક્ષણિક રીતે આગળ વધવાની તક પુરી પાડી છે. અહી પાલ દ્દઢવાવમાં પણ શહીદોની યાદમાં વીંરાજલી વન અને શહીદ સ્મારક શ્રી મોતીલાલ તેજાવતની પ્રતીમા મુકીને ગૌરવ વધાર્યું છે. આદિવાસીઓએ આઝાદી જંગમાં અમુલ્ય યોગદાન આપ્યું છે. ૧૨૦૦ જેટલા લોકોએ વિજયનગર ખાતેના પાલ દ્દઢવાવમાં શહીદી વ્હોરી હતી. જે આપણા સૌનું ગૌરવ છે. તેમને યાદ કરીને વંદન કરૂ છું.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી દીપકભાઇ નિનામાએ જણાવ્યું કે આદિવાસીઓનો ઇતિહાસ ભવ્ય અને ગૌરવંતો છે. રાજય સરકાર દ્વારા તેમના માટે કલ્યાણકારી યોજના બનાવીને છેવાડાના માનવીની ચિંતા કરીને ઉચિત કદમ ઉઠાવ્યા છે. રાજયસરકાર દ્વારા આદિવાસી દિવસની ઉજવણી કરાય છે તે સરાહનીય છે. આ પ્રસંગે રણજીતસિંહ પાંડોરે રાજય સરકારની વિવિધ યોજનઓની જાણકારી આપી હતી. જયારે સંગઠન પ્રભારી રેખાબેન ચૌધરીને રાજય સરકાર દ્વારા ૧ થી ૯ દિવસ સુધી વિવિધ દિવાસોની ઉજવણી થકી સૌનો સાથ સૌના વિકાસ અને સૌનો વિશ્વાસને આગળ ધપાવ્યો છે. અહીંના પ્રાકૃતિક સૌદર્ય અને પ્રવાસન ક્ષેત્રને વિકસાવવામાં સરકાર કટિબધ્ધ છે. આજનો આ આદિવાસી દિવસએ સૌના માટે ગૌરવંતો બની રહયો છે.
વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને વિજયનગર તાલુકાના લાભાર્થીઓને સહાય, કુંવરબાઇનું મામેરૂં મકાન તબેલા યોજના ખેતી એસેટ સહાય અર્પણ કરાઇ હતી. આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્યો, તાલુકા વિકાસ ખધિકારી, લાભાર્ગીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. તાલુકા વિકાસ અધિકારીશ્રી ખરાડીએ સૌને આવકાર્યા હતા. અંતમાં આભાર દર્શન મામલતદારશ્રી ચૌહાણે કરી હતી.
રિપોર્ટ : અર્જુન ભાટ
હિંમતનગર