રાજકોટ માં વિદેશીદારૂની હેરાફેરી કરતા ઈસમોને પકડી પાડતી ભક્તિનગર પોલીસ સ્ટેશન

રાજકોટ માં વિદેશીદારૂની હેરાફેરી કરતા ઈસમોને પકડી પાડતી ભક્તિનગર પોલીસ સ્ટેશન
Spread the love

રાજકોટ ના પીપળીયા હોલ, શ્રીનાથજી કોમ્પલેક્ષના પાર્કીંગમાં વિદેશીદારૂની હેરાફેરી કરતા ઈસમોને પકડી પાડતી ભક્તિનગર પોલીસ સ્ટેશન.

રાજકોટ ના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદ, D.C.P પ્રવિણકુમાર દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આગામી શ્રાવણ માસના તહેવાર અનુસંધાને ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશીદારૂ વેચાણ અંગેની પ્રવૃતિ ઉપર ખાનગી રાહે વોચ ગોઠવી આવી પ્રવૃતિઓ કરનાર ઉપર અંકુશ લાવી આવી પ્રવૃતિઓ સદંતર નાબુદ થાય અને આગામી તહેવારની ઉજવણી રાજકોટ શહેરની પ્રજા સુખ શાંતિથી માણી શકે તેમજ સુલેહ શાંતિ જળવાય રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સારૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ કરી ગેરકાયદેસર જુગાર ધારા તેમજ પ્રોહિબીશનના કેસો શોધી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય. જે અન્વયે ભક્તિનગર પોલીસ P.I જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડ પોલીસ પો.સબ.ઈન્સ. આર.જે.કામળીયા, રણજીતસિંહ પઢારીયા, દિનેશભાઇ બગડા, વાલજીભાઈ જાડા, સહિતની ટીમ પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન મળેલ બાતમી આધારે પીપળીયા હોલની બાજુમાં આવેલ શ્રીનાથજી કોમ્પ્લેક્ષના પહેલા માળે આવેલ દુકાનમાં ઈંગ્લીશ દારૂની પેટીઓની હેરાફેરી કરતા (૧) ધવલસિંહ અજીતસિંહ પરમાર ઉ.૨૨ રહે. વિવેકાનંદનગર શેરીનં-૨ રાજકોટ. (૨) પ્રદિપભાઈ બુધેશભાઈ ઉર્ફે બીપીનભાઈ હરસોડા ઉ.૩૩ રહે. સહકાર મેઈન રોડ ઘર્મ હોલ સામે રાજકોટ. (૩) પ્રતીક ઉર્ફ કાળીયો અરવિંદભાઈ પરમાર રહે. ગોપાલ પાર્ક શેરીનં.૧ રાજકોટ. ને ૮૪૦ બોટલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે પ્રતિક ઉર્ફે કાળીયો અરવિંદભાઈ પરમારનું નામ ખુલતા તેની શોધખોળ આદરી છે. પોલીસે દારૂ અને મોબાઈલ નંગ-૫ મળી રૂ.૪,૬૬,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!