રાજકોટ માં કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાની “જન આશીર્વાદ યાત્રા” નું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ

રાજકોટ માં રાજ્યના કેન્દ્રીય મત્સ્ય અને પશુપાલન મંત્રી પુરુષોતમભાઇ રૂપાલા પડધરી થઇ રાજકોટ અનેે ત્યાંથી સરધાર ગયા હતા. મંત્રી પુરુષોતમભાઇની “જન આશિર્વાદ યાત્રા” માધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધી પસાર થઇ એ દરમ્યાન યાત્રા રૂટમાં તેમનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માધાપર ચોકડી, રૈયા ચોકડી સહિતના સ્થળે પુષ્પવર્ષા, રાસ ગરબા અને ઢોલ નગારાના તાલે સ્વાગત થયું હતું. માલધારી સમાજના આગેવાનોએ શાલ અને પરંપરાગત પાઘડી પહેરાવી મંત્રી પુરુષોતમભાઇનું અભિવાદન કર્યુ હતું. ઉંઝાથી અમરેલી સુધી ૩૫૦ કિ.મી. સુધી કેન્દ્રીય મંત્રી પુરુષોતમભાઇ રૂપાલાની “જન આશિર્વાદ યાત્રા” નીકળી છે. ગઇકાલે મોરબીથી ટંકારા, પડધરી અને સરધાર જવા રાજકોટથી યાત્રા પસાર થઇ હતી.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.