જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ

જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ
Spread the love

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા સમાહર્તા હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.
બેઠકમાં નિવૃત થતા કર્મચારીઓના પેન્શન કેસ તૈયાર કરવા, સરકારી લેણાની વસૂલાત તેમજ તાબાની કચેરીઓનું નિરીક્ષણ સહિત અન્ય કચેરીઓ સાથેના સંકલનની બાબતને લગતા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા કલેકટર એ રાજ્ય સરકારની સુશાસનના પાંચ વર્ષ દરમિયાન યોજાયેલ વિવિધ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. સાથે અત્યારે ચાલી રહેલા આઝાદીકા અમૃત મહોત્સ્વ દરમિયાન રાષ્ટ્રપ્રેમ ઉજાગર થાય તેવા કાર્યક્રમ સાથે વિવિધ રમતની સ્પર્ધા યોજીને લોકો વધુમાં વધુ જોડાય તેવી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
સંકલન સાથે પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં ચાલુ માસ દરમિયાન આવતા શ્રાવણ વિવિધ પર્વોમાં દરમિયાન ગરીબી રેખાથી નીચે જીવતા પરીવારોને વિનામૂલ્યે રાશન આપવા સહિતના મુ્દાઓની નગરપાલિકા પ્રમુખ યતીનબેન મોદી, સામાજીક ન્યાય સમિતીના ચેરમેન દશરથભાઇ પરમાર સહિતના સભ્યોની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવી હતી.
સંકલનની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, જિલ્લા પોલીસ વડા શ્ નિરજ બડગુજર, અધિક કલેકટર એચ.આર.મોદી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થતિ રહ્યા હતા.

 

રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!