સાબરકાંઠા જિલ્લાના યુવાનો તથા નોકરીદાતાઓ માટે “અનુબંધમ વેબપોર્ટલ” ખુલ્લું મુકાયું

સાબરકાંઠા જિલ્લાના યુવાનો તથા નોકરીદાતાઓ માટે “અનુબંધમ વેબપોર્ટલ” ખુલ્લું મુકાયું
રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રોજગાર વિભાગનું રોજગાર કચેરીમાં રજીસ્ટ્રેશન માટે નવું વેબ પોર્ટલ “અનુબંધમ” તા.૦૬ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ “રોજગાર દિવસ” નિમિતે ઉમેદવારો અને નોકરીદાતાઓ માટે ખુલ્લું મુકાયું હતું.
જે અંતર્ગત સાબરકાંઠા જીલ્લા રોજગાર કચેરી હિંમતનગર દ્વારા જીલ્લાના દરેક ભાઇઓ બહેનોને તેમજ નોકરીદાતાઓને રોજગારી મળી રહે તેવા ઉદ્દેશથી વેબપોર્ટલ ખુલ્લું મુકાયું. જેમાં રજીસ્ટ્રેશન થકી ઉમેદવાર પોતાના જિલ્લાની વિવિધ સેક્ટરવાઇઝ નોકરી શોધી શકશે. તથા રોજગારવાંચ્છું ઉમેદવાર ઘરે બેઠા આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરી શકશે.
આ વેબપોર્ટલમાં રજીસ્ટ્રેશન માટે માત્ર આધારકાર્ડ નંબર અને આધારકાર્ડનો ફોટો (જેપીજી) ફાઇલ અપલોડ કરવાની રહેશે. સરળતાથી નોકરીની શોધ કરતા યુવાનો આ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરી શકશે.
જેમાં સાબરકાંઠા જીલ્લાના વધુમાં વધુ ભાઇઓ બહેનો તેમજ નોકરીદાતાઓ https://anubandham.gujarat.gov.in/ નામની વેબસાઈટ/વેબપોર્ટલ માં જઇને રોજગારવાંચ્છું ઉમેદવાર તરીકે/ જોબ સિકર તરીકે અને નોકરીદાતાએ EMPLOYER તરીકે રજીસ્ટ્રેશન કરાવી શકશે.એમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ:અર્જુન ભાટ