ખેડબ્રહ્મા માં શિક્ષક સજજતા સર્વેક્ષણ યોજાઈ

ખેડબ્રહ્મા : શિક્ષક સજજતા સર્વેક્ષણ યોજાઈ
ગુજરાત સરકાર દ્વારા શિક્ષક નૂતન પ્રવાહોથી વાકેફ થાય તે માટે નવી શિક્ષણ નીતિ અન્વયે
આજરોજ સમગ્ર ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકો માટે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ અને બાયસેગ દ્વારા 12=30 1=30 કલાક સુધી ઓનલાઇનતાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ 2=00 વાગ્યા થી 4=00 કલાક સુધી ઓફ લાઈન લેખિત માં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ યોજાયું હતું.
જેમાં ગુજરાત રાજ્ય માંથી કેટલાક તાલુકા અને જિલ્લા માંથી શિક્ષક સંઘો દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.
ગઈકાલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું કે આ પરીક્ષા ફરજિયાત નથી મરજિયાત છે જેણે પરીક્ષા આપવી હોય તે સ્વેચ્છાએ આપી શકે છે અને જે શિક્ષક મિત્રોએ પરીક્ષા ન આપવી હોય તે શાળા સમય દરમ્યાન શાળામાં હાજર રહી શકે છે.
આ પરીક્ષા નો વહીવટી રીતે ક્યાંય શિક્ષકો માટે દુરુપયોગ નહીં થાય કે સર્વિસ બુકમાં પણ તેની નોંધ નહીં થાય તેવું પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
શિક્ષણ સચિવ વિનોદ રાવ એ પણ આ પરીક્ષા એ નુતન પ્રવાહો સાથે શિક્ષક તાલમેલ મેળવી શકે તે માટે નું આયોજન છે
પરંતુ કોઈપણ સંઘ કે સરકારી તંત્ર દ્વારા પરીક્ષા લેવા અને ન લેવા કોઈપણ પ્રકારનું દબાણ ન કરવામાં આવે તેવું જણાવ્યું હતું
અંદાજે 125000 જેટલા શિક્ષકોએ ઓનલાઈન હોલ ટિકિટ મેળવેલ છે એવું પણ જણાવ્યું હતું.
ખેડબ્રહ્મા ખાતે સ્ટેશન પ્રાથમિક શાળામાં પણ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ અને તાલીમ યોજાઈ હતી
બી.આર.સી.ભવન ખેડબ્રહ્મા અને તાલુકા પંચાયત શિક્ષણ વિભાગ ત્રિગુણા બેન પંડ્યા ના સુપરવિઝન હેઠળ
ખેડબ્રહ્મા શહેરની માધ્યમિક શાળાના સુપરવાઇઝરો ની હાજરીમાં શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ યોજાઇ હતી
તેવું ખેડબ્રહ્મા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને સ્ટેશન પ્રાથમિક શાળાના આચાર્ય સુરેશભાઇ પટેલે જણાવ્યું હતું
રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા