શ્રી સોમનાથ તીર્થધામમાં પ્રોમોર્નેડ (સમુદ્રદર્શન પથ વોક-વે) નો શુભારંભ

શ્રી સોમનાથ તીર્થધામમાં પ્રોમોર્નેડ (સમુદ્રદર્શન પથ વોક-વે) નો શુભારંભ
પ્રોમોનેડ (સમુદ્રદર્શન પથ વોક-વે) નું લોકાર્પણ દેશના માન. પ્રધાનમંત્રીશ્રી અને ટ્રસ્ટના
માન.અધ્યક્ષશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૨૦-૦૮-૨૦૨૧ ના રોજ કરવામાં આવ્યું હતું. દેશ
વિદેશથી આવતા યાત્રિકો માટે વોક-વે મોટું આકર્ષણનું કેન્દ્ર બનશે. આ વોક-વે તા.૨૮-૦૮-૨૦૨૧ ના
રોજ સવારે ૦૬:૦૦ વાગ્યાથી યાત્રિકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આ વોક-વેના પ્રોજેક્ટથી સ્થાનિક
રોજગારીની તકો પણ વધશે. ભારત સરકારશ્રીની પ્રાસાદ યોજનાથી રૂા.૪૭.૫૫ કરોડના ખર્ચે તૈયાર
થયેલ આ ૧.૫ કિલોમીટર લાંબા વોક-વેમાં યાત્રિકો માટે પ્રવેશ ગેઈટમાં જ સુંદર આધ્યાત્મિક ચિત્રો
બનાવવામાં આવ્યા છે, સાયકલીંગ, વોક, બાયનોક્યુલર, હોર્સ / કેમલ રાઈડીંગ, બેઠક માટે જરૂરી
ફર્નિચર તેમજ મ્યુઝીક સીસ્ટમ જેવી તમામ સુવિધાઓ છે. યાત્રિકો આ વોક-વે પર ચાલતા ચાલતા
વિશાળ સમુદ્રના દર્શન પણ કરી શકશે. આ વોક-વેમાં પ્રવેશ માટે ૦૨ એન્ટ્રી ગેઈટ મુકવામાં આવ્યા છે.
૦૧ પોલીસ સ્ટેશનની સામે અને ૦૨ પ્રભાસ પાટણ પોસ્ટ ઓફિસ પાસે યાત્રિકો રૂા. ૫ /- ની ટીકીટ
લઈ પ્રવેશ કરી શકશે, ૦૨ કલાકના સમયગાળા માટે ટીકીટથી પ્રવેશ મળશે. ૧૦ વર્ષથી નીચેની
ઉમરના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. વોક-વે પર સ્વચ્છતા અને સલામતિ માટે ખાસ
તકેદારી રાખવામાં આવશે, પ્રવેશ ટીકીટ ફરજીયાત છે. વોક-વે પરના મારૂતિ હાટમાં સમુદ્રિકનારે ઘણા
સમયથી વેપાર કરતા ફેરીયાઓને પણ ટોકન ફી લઈ નિયમબદ્ધ રીતે દુકાનો ફાળવવામાં આવશે. તેવી
જ રીતે ઘોડા / ઉંટવાળા તથા ફોટોગ્રાફરોને પણ નિયમબદ્ધ કરી આઈ.કાર્ડ આપીને જ પ્રવેશ આપવામાં
આવશે. સ્થાનિકો માટે માત્ર રૂા.૫૦/- માં માસિક પ્રવેશ પાસ આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
દેશ-પરદેશથી આવતા યાત્રાળુઓ માટે પ્રવાસ યાદગાર બને તે માટે આ સમુદ્રદર્શન પથ એક અનેરૂ
આકર્ષણ રહેશે. યાત્રાળુઓ જુદા જુદા લોકેશનથી પોતાની સેલ્ફી લઈને યાદગીરી રાખી શકશે. પ્રભાસ
પાટણ માટે આ નવનિર્મિત સમુદ્રદર્શન પથની ગરિમા પૂર્ણ જાળવણી કરવા વિનંતી છે.
જનરલ મેનેજર
શ્રી સોમનાથ ટ્રસ્ટ
રિપોર્ટ : પરાગ સંગતાણી
ગીર સોમનાથ