આલણસી પ્રાથમિક શાળા ને મોડેલ સ્કૂલ માં રૂપાંતર કરીને આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

પંચમહાલ હાલોલ તાલુકાના આલણસી પ્રાથમિક શાળા ને સન ફાર્મા કંપની દ્વારા ૨૦ લાખના રૂપિયા ના ખર્ચે મોડેલ સ્કૂલ માં રૂપાંતર કરીને આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
હાલોલ તાલુકાના ગામોમાં કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે સન ફાર્મા કંપની શિક્ષણ, આરોગ્ય, ગ્રામીણ વિકાસ, પર્યાવરણને લગતા વિકાસ કાર્યો કરી રહી છે.
આજરોજ મોડેલ સ્કૂલ ડેવલપમેન્ટ પ્રોગ્રામના ભાગરૂપે કંપનીએ પ્રાથમિક શાળા આલણસીમાં વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ કરી છે. શાળામાં તંદુરસ્ત અને હાઈજેનિક વાતાવરણ પૂરું પાડવા માટે કંપનીએ છોકરીઓ અને છોકરાઓ માટે શૌચાલય સંકુલ બનાવ્યું છે. બાળકોમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે ડિજિટલ વર્ગખંડ અને બાળ કિલ્લોલ પ્રજ્ઞાવર્ગખંડ પણ વિકસાવવામાં આવ્યા છે. ડસ્ટફ્રી કેમ્પસ બનાવવા માટે પેવર બ્લોક્સ લગાવવામાં આવ્યા છે. શાળા મા બાળકોને ગમી શકે તેવી સુંદર બનાવવા માટે શાળાનું રંગરોગાન કરવામાં આવે છે અને શૈક્ષણિક ભીંતચિત્રો શાળા પરિસર માં દોરવામાં આવેલ છે.
આ પ્રસંગે શ્રી ડો વી.એમ.પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પંચમહાલ અને શ્રી
કૃણાલભાઈ હઠીલા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હાલોલ. અને સન ફાર્મા કંપની તરફથી પ્રદીપ્તા સ્વૈન, બ્રજેશ ચૌધરી, ભદ્રેશ પટેલ, ધર્મેન્દ્ર ભાલાણી, પ્રતિક પંડ્યા, તુષાર સોલંકી અને મયંક ભગત ઉજેતી પંચાયતના ડેપ્યુટી સરપંચ રમણભાઈ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
રિપોર્ટ: ઈરફાન શેખ પંચમહાલ