દીવમાં વાંઝા જ્ઞાતિ દ્વારા કબીર ભગત ની યાદમાં કાજરો મહોત્સવ સાદગીપૂર્વક ઉજવવામાં આવ્યો.

દીવમાં વાંઝા જ્ઞાતિ દ્વારા કબીર ભગત ની યાદમાં કાજરો મહોત્સવ સાદગીપૂર્વક ઉજવવામાં આવ્યો.
દીવમાં છેલ્લા 150 વર્ષથી વાંઝા જ્ઞાતિના લોકો દ્વારા કબીર ભગત ની યાદ માં કાજરો મહોત્સવ ખુબજ ધામધુમ પૂર્વક ઉજવવામાં આવે છે. પરંતુ હાલ કોરોના મહામારી ને કારણે કાજરો મહોત્સવ ખૂબ જ સાદગીપૂર્વક સીમિત લોકોની ઉપસ્થિતિમાં મનાવવામાં આવ્યો.
દર વર્ષે દીવ ઝાંપા વિસ્તારમાં જયશ્રી સાતા માતાના કુવા આગળ વાંઝા જ્ઞાતિના લોકો દ્વારા કાજરો મહોત્સવ મનાવવામાં આવે છે. ત્યારબાદ કાજરા ને ત્યાંથી દીવ જાપા સુધી લઇ જવામાં આવે છે. દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં લોકોએકત્રિત થતા હોય છે પરંતુ હાલ કોરોના મહામારી ને કારણે આ ઉત્સવને સીમિત લોકોની હાજરીમાં સાદગી પૂર્વક ઉજવી અને સહુએ ધન્યતા અનુભવી હતી.
રિપોર્ટ : ભાવના શાહ દીવ