આધેડની હત્યા મામલે પત્ની અને કુટુંબી ભાઈ જેલ હવાલે

આધેડની હત્યા મામલે પત્ની અને કુટુંબી ભાઈ જેલ હવાલે
Spread the love
  • આડા સંબંધમાં બાધારૂપ બનતાં પતિની હત્યાનુ કાવતરૂ કુટુંબીક દિયર સાથે મળી પત્નીએ ઘડયુ હતુ
  • હત્યામાં ઉપયોગમાં લેવાયેલ રોડ કબજે લેતી પોલીસ, નિદ્રાંધીન અવસ્થામાં જ આધેડની હત્યા કરાઈ હતી

ભાવનગર : પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામે નિંદ્રાધીન આધેડ ઉપર જીવલેણ હુમલો કરી કરપીણ હત્યા કરી નખાતા પોલીસે હત્યાની કલમ તળે ગુનો દાખલ કરી મૃતકના કુટુંબીક ભાઈની અટક કરી પુછપરછ કરતા આધેડના પત્ની સાથે સબંધ હોય જેમાં આડખલી રૂપ બનતા મધ્ય રાત્રીના રોડના ઘા મારી હત્યા કર્યાની કબુલાત કરતા પોલીસે મૃતકના પત્નીની પણ ધરપકડ કરી લઈ આજે કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટના આદેશ તળે જિલ્લા જેલ હવાલે કરી દીધા હતા.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામે જુના ઘેલાપરા, લુહારવાડામાં રહેતા અશોકભાઇ નાનુભાઇ પાંગળ ત્રણ દિવસ પુર્વે રાત્રીના અરસા દરમીયાન કાગડાધારે આવેલ વાડાવાળા મકાને સુવા ગયા હતા તે વેળાએ મોડી રાત્રિના અજાણ્યા શખ્સોએ અશોકભાઇ ઉપર જીવલેણ હુમલો કરી બોથડ પદાર્થના ઘા મારી કરપીણ હત્યા કરી નાખતા મૃતકના દિકરા રાહુલભાઇ અશોકભાઇ પાંગળે પાલિતાણા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

રક્ત રંજીત ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરતા પોલીસને ગુપ્ત માહિતી મળી આવેલ કે, મૃતક અશોકભાઇનાં પત્નીને તેનાં કુટુંબી દિયર રાજ રામજીભાઇ કણબી (રહે.નાની રાજસ્થળી તા.પાલીતાણા)સાથે આડ સંબંધ હોવાની વિગતો સામે આવતા રાજુ રામજીભાઇ કણબીની અટક કરી પુછપરછ કરતાં તેણે પોલીસ સમક્ષ કબુલાત આપી હતી કે, મરણ જનારનાં પત્ની સાથે ઘણાં સમયથી આડો સંબંધ હતો. તેમાં અશોકભાઇ બાધારૂપ બનતાં હોય.જેને લઈ મૃતક અશોકભાઇનો કાંટો કાઢી નાંખવાનો પ્લાન બનાવેલ. અને અશોકભાઇ તેનાં કાગડાધારે આવેલ મકાને એકલાં જ સુવા ગયેલ હોવાની જાણ અશોકભાઈના પત્નીએ કરી હતી અને તેઓને પતાવી દેવાનુ કહેતા મોડી રાત્રે લોખંડના રોડ ફટકારી હત્યા કર્યાની કબુલાત આપતા ટાઉન પોલીસે મૃતકના પત્ની અને કુટુંબી દિયર રાજુ કણબીની ધરપકડ કરી લીધા બાદ કોર્ટમાં રજુ કર્યા બાદ નામદાર કોર્ટના આદેશ અનુસાર બન્નેને જિલ્લા જેલ હવાલે કરી દેવામાં આવ્યા હોવાનુ ટાઉન પોલીસ મથકમાંથી જાણવા મળ્યુ હતુ.

રિપોર્ટ : વિપુલ મકવાણા અમરેલી

👇🏼

👇🏼
YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સૌથી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.

👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured

☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777

લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:

ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!